રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરને ન્યાય આપવાની ભાવનગર કલેકટર પાસે માંગ કરતા હરદીપ રોયલા

ભાવનગર શહેર અને જિલ્લા આહીર સમાજના યુવા આગેવાનો એવા હરદીપભાઈ રોંયલા,કનુભાઈ રાચડ,કાળુભાઈ માયડા શૈલેશભાઈ હુંબલ જીતુભાઈ દેસાઈ સહિતના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને ભાવનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ધારાસભ્ય અમરીશ ડેરને ન્યાય આપવાની માંગ કરી રાજુલા શહેર ખાતે માર્કેટ યાર્ડની બાજુમાં આવેલી રેલવેની બીન ઉપયોગી જમીન સ્થાનિક લોકોની સુખાકારી માટે ઉપયોગી છે

તે માટે રાજુલાના જાગૃત ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા રેલ્વે વિભાગની મંજૂરી મેળવેલી હતી અને તે જગ્યા પર રાજુલા શહેર રહીશો માટે બગીચો,ચિલ્ડ્રન પાર્ક,વોકિંગ ટ્રેક વિગેરે વિકસાવી લોકોને સુવિધા ઉપલબ્ધ કરવા માટે કામગીરી હાથ ધરાયેલ તે કાર્યમાં સત્તાધારી પક્ષના અમુક નેતાઓએ વિકાસના હવનમાં હાડકા નાખી વિકાસનું કાર્ય ના થાય તે માટે રેલ્વે પોલીસ પાસે આ કાર્યને અટકાવવામાં આવ્યું છે

તે ગેરબંધારણીય છે ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા છેલ્લા સોળ દિવસથી ઉપવાસ અનશન કરેલ છે જેનુ કોઈ નિરાકરણ હજુ સુધી આવેલના હોય જે બાબતે ભાવનગર શહેર અને જિલ્લા આહીર સમાજ દ્વારા ધારાસભ્ય અમરીશભાઈ ડેરને સમર્થન આપવામાં આવેલ અને મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો અને યુવાનો ભાવનગર કલેકટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે કે રાજુલા માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ રેલ્વેની પડતર જગ્યા નગરપાલિકાને સોંપવામાં આવે અને જો ટુક સમયમાં આ બાબતે સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ભાવનગર શહેર અને જિલ્લા આહીર સમાજ ધારાસભ્ય અમરીશભાઈ ડેરના સમર્થનમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે

રીપોર્ટ નિલેષ ઢીલા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »