વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી ઉમરાળા પોલીસ.
ભાવનગર જીલ્લાના ઉમરાળા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે કાચા કામના કેદી નંબર-૧૨૫/૨૧ ભુપતભાઈ બિજલભાઇ માંથાસુલિયા રહેવાસી ઉમરાળા
તા.ઉમરાળા જી.ભાવનગર વાળાને ઉમરાળા વલ્લભીપુર રોડ પર રાજસ્થળી ગામના પાટિયા ખાતેથી પકડી પાડી મજકુરને કોરોના રિપોર્ટ કરવા પર બાકી રાખી હસ્તગત કરેલ છે અત્રે ઉલ્લેખનીય એ છે કે, મજકુરઆ રોપી ઇ.પી.કો. કલમ ૪૬૦,૧૧૪ gp act ક.૧૩૫ મુજબના ગુન્હામાં જીલ્લા જેલમાં કાચા કામના આરોપી તરીકે હતો અને વચગાળાની જામીન મેળવી જેલ બહાર આવેલ અને તારીખ ૨૨/૦૫/૨૦૨૧ ના રોજ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ મજકુર આરોપી હાજર થયેલ નહી અને વોન્ટેડ થઇ ગયેલ હતો જેને ઝડપી પાડી હસ્તગત રાખેલ છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા