વડગામ ના મેમદપુર ના શિહીદનો પાર્થિવ દેહ માદરે વતન લવાયો: અંતીમ યાત્રા મા આખુ ગામ હિબકે ચડયું

તારીખ 13 જુન ના રોજ વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન શહીદ થયા છે. જવાન જશવંતસિંહ રાઠોડ ફરજ દરમિયાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ધસી પડતા આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

શહિદ જશવંતસિંહ રાઠોડ ના પાર્થિવ દેહ ને મંગળવારે માદરે વતન લવાયો હતો. અને આખા ગામ નુ વાતાવરણ શોકમય બન્યુ હતુ અને ગામના લોકોએ શ્રધાંજલી પાઠવી હતી. અને આજુબાજુ ગામ ના લોકો પણ અંતીમ યાત્રા મા જોડાયા હતા. અને ગામ ના લોકો એ જશવંતસિંહ ને ભાવુક થઈ ને આખરી સલામી આપી હતી.

અંતીમ યાત્રા મા ગામ ના અનેક આગેવાનો અને લોકો જોડાયા હતા. અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતીમ વિધી કરાઈ હતી આ ઉપરાંત આ અંગે ગામ ના આગેવાને જમાવ્યું હતુ કે જશવંતસિંહ ના અન્ય બે ભાઈ પણ મા ભોમ ની રક્ષા કરી રહ્યા છે અને મેમદપુર ગામ ના રાજપુત સમાજ ના ઘણા યુવાનો પણ દેશ ની રક્ષા કરી રહ્યા છે ત્યારે દુખ ની સાથે ગર્વ પણ છે દેશ ની દક્ષા કાજે શિહીદ થયા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »