સમગ્ર કોળી સમાજના “કી પર્સન ” યુવાનોની અમદાવાદ ખાતે મીટિંગ યોજાઇ.

આજ રોજ તારીખ 18 જુલાઇ અમદાવાદ ખાતે સર્કીટ હાઉસમાં કોળી સમાજના અલગ અલગ સંગઠનો ખભે ખભો મેળવી, સમાજ વિકાસની વ્યૂહરચના સાથે સંગઠિત થયા હતા. કલ હમારા યુવા સંગઠન, અખીલ ભારતીય કોળી સમાજ, કોળી સેના, વીર માંધાતા ગ્રુપ તાનાજી સેના, અખીલ ભારતીય કોળી કોરી સમાજ, રાષ્ટ્રીય કોળી કોરી જાગૃતિ મહાસભા, ન્યુ આવાજ કોળી ક્રાંતિ ગ્રુપ, GKS ગ્રુપ, ઉના ગીરગઢડા યુવા કોળી સમાજ, કોળી સમાજ યુવા ગ્રુપ વગેરે સંગઠનના આગેવાનનો ખુબ ઉત્સાહ સાથે મિટિંગમાં હાજર રહ્યા હતા.

ગુજરાતમાં સૌથી મોટી સંખ્યા ધરાવનાર કોળી સમાજને થઈ રહેલ રાજકીય અન્યાય, સામાજિક શોષણ, સરકારી અને શૈક્ષણિક ભરતિઓમાં થતો અન્યાય, આર્થિક અવહેલના તેમજ સામાજિક પછાતપણું જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઇ કોળી સમાજના વિવિધ સંગઠનો આજે એક મંચ પર ભેગા થયા હતા.

કોળી સમાજના અનેક સંગઠનો એક મંચ પર એક વિચાર સાથે સમાજ માટે કામ કરે તે માટે તમામ સંગઠનો અને સંગઠનના આગેવાનો સહમત થયા હતા. સમાજમાં શિક્ષણનું સ્તર વધે, જાગૃતિ ઊભી થાય, રાજકીય અન્યાય દૂર થાય. સત્તામાં ભાગીદારી મળે અને સમાજ ખુદ શાસક બને, સમાજમાં નોકરીયાત, ધંધા રોજગારીનું પ્રમાણ વધે, સમાજને સંવિધાનિક હક અધિકાર મળે, સમાજ સામે થતા ખોટા અન્યાય અત્યાચાર દૂર થાય તેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા અને યોગ્ય પ્લાન સાથેની કામગીરી નક્કી કરવામાં આવી.સમગ્ર ગુજરાતના કોળી સમાજને સંગઠિત કરી અને મજબૂત સમાજની રચના થાય તે માટે તમામ સંગઠનો સહમત થયા હતા અને આ દિશામાં કામ કરવા માટે કટિબદ્ધ રહ્યા હતા.

સમાજને થતા અન્યાય અત્યાચાર અને શોષણને ચાખી લેવામાં નહીં આવે. તેમજ સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે એવા સંકલ્પ સાથે કોળી સમાજના યુવાનોએ હુંકાર કર્યો હતો.

જે રાજકીય પક્ષો કોળી સમાજને નજર અંદાજ કે અન્યાય કરી રહ્યાં છે તે પક્ષને આવનારી ચુંટણીઓમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે. કોળી સમાજ રાજકીય ફલક પર પોતાનું પ્રભુત્વ જમાવી શકે અને શાસક બને તે માટે સમગ્ર સમાજને સાથે રાખીને સમીકરણો રચવામાં આવશે. આ માટે ગુજરાતના સમગ્ર જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં જઈ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી સંકલન સાધી ને સમગ્ર ગુજરાત કોળી સમાજને સંગઠિત કરવામાં આવશે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »