સુરત શહેર/ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરેલ વાહન-૦૬ સાથે આરોપીને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા એ.પી.જાડેજા તથા એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગરજીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો શિહોર- સોનગઢ પો.સ્ટે.વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં તે દરમ્યામન સણોસરા-ઝરીયા રોડ ઉપર આવતાં એ.એસ.આઇ. પ્રદિપસિંહ સરવૈયા તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે તુશાલભાઇ ઉર્ફે હરિ ધીરૂભાઇ જાદવ રહે ઝરીયા (પીપરડી) તા.શિહોર જી.ભાવનગરવાળો બહારથી અલગ-અલગ મોટર સાયકલ તથા સ્કુટર લાવી તેનાં રહેણાંક મકાને આવેલ ઢાળીયામાં રાખી મુકેલ છે.આ બધાં વાહનોનાં આધાર પુરાવા વગરનાં છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં તુશાલભાઇ ઉર્ફે હરિ S/O ધીરૂભાઇ મકોડભાઇ જાદવ ઉ.વ.૨૪ ધંધો-ખેતી તથા ડ્રાયવીંગ રહે. ઝરીયા (પીપરડી) તા.શિહોર જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં મકાને આવેલ ઢાળીયામાં અલગ-અલગ મોટર સાયકલ તથા સ્કુટર પડેલ જોવામાં આવેલ. જે મોટર સાયકલ તથા સ્કુટર બાબતે તેની પાસે આધાર કે રજી. કાગળો માંગતાં ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ/સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી નીચે મુજબનાં વર્ણનવાળા મોટર સાયકલ/સ્કુટર તપાસ અર્થે કબ્જે કરેલ.

1. કાળા કલરનું હોન્ડા CB યુનિકોર્ન મોટર સાયકલ રજી.નંબર-GJ-05-LP 4549 તથા ચેસીઝ નંબર- ME4KC09CJE8815451 એન્જીન નંબર-KC09E-8-6825949ની કિ.રૂ.૫૦,૦૦૦/-

2. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ એન્જીન નંબર- HA10ERF-HF09690 છે.તેની કિ.રૂ.૨૦,૦૦૦/-

3. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું હિરો સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ ચેસીઝ નંબર-MBLHA10ABA9A05897તથા એન્જીન નંબર-HA10EGA-9K05212 ની કિ.રૂ.૨૦,૦૦૦/-

4. સફેદ કલરનું નંબર પ્લેટ વગરનું સુઝુકી એકસેસ સ્કુટર ચેસીઝ નંબર-MB8CF4CAKD8222547 તથા એન્જીન નંબર- F486-2417572ની કિ.રૂ.૨૫,૦૦૦/-

5. કાળા કલરનું આગળ-પાછળ રજી.નંબર-GJ-05-HL 2839નું સુઝુકી એકસેસ સ્કુટર ચેસીઝ નંબર- MB8CF4CAAC8440161 તથા એન્જીન નંબર- F486-9010004 ની કિ.રૂ.૨૫,૦૦૦/-

6. કાળા કલરનું આગળનાં ભાગે રેડીયમથી રજી.નંબર-GJ-04-AD 255 લખેલ સુઝુકી એકસેસ સ્કુટર ચેસીઝ નંબર-MB8CF4CAHC8205913 તથા એન્જીન નંબર-F486-2094691ની કિ.રૂ.૨૫,૦૦૦/-આમ, આ તમામ મોટર સાયકલ/સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શક પડતી મીલ્કત ગણી કુલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ગણી કબ્જે કરી તેનાં વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધોરણસર કાર્યવાહી કરી અટક કરેલ. મજકુર ઇસમની પુછપરછ કરતાં આજથી અઢી-ત્રણેક વર્ષનાં સમય ગાળા દરમ્યાન સુરત શહેરનાં અલગ- અલગ વિસ્તારમાંથી ઉપરોકત વાહનો ચોરી કરી તેનાં વતનમાં લાવી પોતે વાપરતો હોવાનું અને આ વાહનો વેચાણ કરવા જતાં કાગળો નહિ હોવાથી કોઇ ખરીદ કરતું નહિ હોવાનું જણાવેલ.

આ ઉપરોકત મોટર સાયકલ/સ્કુટર પૈકી બે વાહનો ચોરી થયા અંગે સુરત શહેરનાં વરાછા પોલીસ સ્ટેશન તથા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હોય.જેથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મોટર સાયકલ/સ્કુટર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબ તથા એ.પી.સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર A.S.I. પ્રદિપસિંહ સરવૈયા,H.C. મહિપાલસિંહ ગોહિલ, મહેન્દ્રભાઇ ચૌહાણ, ઘનશ્યામ ભાઇ ગોહિલ, જયરાજ સિંહ જાડેજા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા, ઈમ્તિયાઝખાન પઠાણ તથા હારિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »