હાલમાં તોકેત વાવાજોડાએ ખાંભા તાલુકામાં ખૂબ જ તબાહી મચાવી,ખાંભા તાલુકાના ગામોને જમીન દોસ્ત કરી દીધા હોય,આ સમયે ખાંભા ગામ પીવા ના પાણી થી માંડી જીવન જરૂરી વસ્તુ સામે જાજુમતું હોય ત્યારે ખાંભા p.g.v.c .l ટીમ ને ખુબ ખુબ અભિનંદન
ખાંભા p.g.v.c .l ટીમ ને ખુબ ખુબ અભિનંદન. – ઉપેન્દ્ર ભાઈ બોરીસાગર (સદસ્ય – જિલ્લા પંચાયત અમરેલી.)હાલમાં તોકેત વાવાજોડાએ ખાંભા તાલુકામાં ખૂબ જ તબાહી મચાવી,ખાંભા તાલુકાના ગામોને જમીન દોસ્ત કરી દીધા હોય,આ સમયે ખાંભા ગામ પીવા ના પાણી થી માંડી જીવન જરૂરી વસ્તુ સામે જાજુમતું હોયઆવા કપરા સમયે ઘર ઘર સુધી પાણી અને લોટ જો પૂરતા પ્રમાણમાં વિધુત પાવર મળી રહે ત્યારેજ મળે તેવી પરિસ્થિતિ હોય,આ સમયે p.g.v.c.l ખાંભા ની ટીમે તેના પરિવારજનોની પરવા કર્યા વિના રાત દિવસ એક કરી
ખેતરોમાં કીચડ હોવા છતા પણ તનતોડ મહેનત કરી,હજારો થાંભલા ઉભા કરી અમરેલી જિલ્લાના તમામ તાલુકાની પહેલા ખાંભા ગામના મોટાભાગના વિસ્તારમાં 3 દિવસમાં લાઈટ આપી પ્રશંશનીય કામગીરી કરેલ છે,જે ધન્યવાદ ને પાત્ર છે તેમ ઉપેન્દ્ર ભાઈ બોરીસાગરે જણાવી સમગ્ર pgvcl ટીમ ખાંભા નો આભાર માનેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપેન્દ્ર ભાઈ બોરીસાગર ને કોરોના થયેલ હોય અને તેવો રાજકોટ હોસ્પિટલ મા 12 દિવસ એડમિટ રહ્યા હોય, હાલ તેમની તેમના ઘરે સારવાર શરૂ હોય,ધીમે ધીમે તેમની તબિયત ખૂબ સારી થતી જાય છે.તેમ પણ પત્રકાર હસમુખ ભાઈ શિયાળ ની યાદીમાં જણાવાયું છે.