ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જીવાપર ગામ નજીક થી ગે.કા હથિયાર દેશી હાથ બનાવટ ની જામગરી બંધુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જીવાપર ગામ નજીક થી ગે.કા હથિયાર દેશી હાથ બનાવટ ની જામગરી બંધુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
ભાવનગર રેન્જ, ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી ગે.કા હથિયાર રાખનાર ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ડીવીઝન મા પેટ્રોલીંગમા હતા દરમ્યાન *હેડ કોન્સ અનિરુધ્ધસિંહ ગોહીલને બાતમી રાહે મળેલ હકીકત આધારે તપાસ કરતા ફારૂકભાઇ ઉર્ફે ડગલો અયુબભાઇ મોરી/સંધી મુસલીમ ઉ.વ.૨૨ રહે. જીવાપરગામ તા.પાલીતાણા જી.ભાવનગરવાળો દેશી હાથ બનાવટની જામગરી બંધુક ફાયર થઇ શકે તેવી ચાલુ હાલત સાથે મળી આવતા મજકુર પાસે આ જામગરી બંધુક રાખવા અંગે સક્ષમ અધીકારી શ્રી નો પરવાનો હોય તો રજુ કરવા જણાતા નહિ હોવાનું જણાવેલ* જેથી મજકુર વિરુધ્ધ આર્મ્સ એકટ કલમ ૨૫(૧) (૧-બી)એ મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરાવેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ અનિરુધ્ધસિંહ વજુભા, સાગરભાઈ જોગદીયા, મહેંદ્રભાઈ ચૌહાણ તથા ડ્રા.હેડ.કોન્સ પદુભા ગોહીલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.