આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચાકોટડા…ઉંચાકોટડા…સયભુ લોકો એ બંધ રાખ્યું કિસાન દ્વારા આપવામાં આવેલ ભારત બંધ ના એલાન માં કિસાન વિરોધી કૃષિ બિલ પાછું ખેંચવા દેશભરમાં ચાલી રહેલા આંદોલન ને સમર્થન કરતા ઉંચા નીચાકોટડા ગામે સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવ્યું

અને લોકો રોજગાર…ધંધો ઉદ્યોગ સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવ્યું અને લોકો સાથ સહકાર આપી અને કિસાન ની એકતા બતાવી તેમજ લોકો અને કિસાનો આ તાનાશાહી ખેડૂત વિરોધી ઉદ્યોગપતિની સરકાર સામે રોષ જોવા મળ્યો. અને આ બિલ ને તાત્કાલિક ખેંચી લે તેવી સમગ્ર કિસાનો માંગ છે.
જગતનો તાત એવા ખેડુતો જ્યારે પોતાના અધિકારો માટે ન્યાયીક લડત લડતા હોય ત્યારે તારીખ 8 ડિસેમ્બરના રોજ ખેડૂતો દ્વારા સમગ્ર ભારત બંધના એલાનને દરેક જગ્યાએ વિશાળ સમર્થન મળી રહ્યું છે.
સમગ્ર વિશ્વને અન્ન પૂરૂ પાડનાર જગતનો તાત જ્યારે આંદોલન કરતો હોય ત્યારે દરેક ખેડુતપુત્રો, અને દેશના નાગરિકોએ સહયોગ કરવો તે આપણી ફરજ છે.
વિશ્વના અન્ય દેશોમાં રહેલા ભારતીયો દેશમાં થઇ રહેલાં ખેડૂત આંદોલન સમર્થન આપી તેની શક્તિમાં વધારો કરી રહ્યાં છે. જનતાએ સ્વેછાએ બંધ પાળી સહયોગ આપ્યો હતો.
રિપોર્ટ દેવેન્દ્ર ચુડાસમા સાથે ઘનશ્યામ ભીલ નીચાકોટડા