રંઘોળા ગામે સુમિત ડાંગરને મિત્રો દ્વારા 210 યુનિટ રક્ત એકત્રિત કરી રકતાંજલી અર્પણ કરાઇ
ઉમરાળા તાલુકાના રંઘોળા ચોકડી ધ ગ્રાન્ટ વૃંદાવન હોટલ ખાતે રકતદાન કેમ્પનુ ભવ્ય આયોજન કરાયુ હતુ
રંઘોળા ગામના નવ યુવાન સુમિત વશરામભાઇ ડાંગર નુ તા.19-6-2020ના અકાળે દુઃખદ નિર્ધન થયુ હતુ ત્યારે આજ રોજ તા.31-12-2020 ના તેમનો જન્મદિવસ નિમિત્તે ડાંગર પરિવાર અને મિત્રો વર્તુળ દ્વારા ભાવનગર બ્લડ બેંકના સહયોગથી ભવ્ય રકતદાન કેમ્પનુ આયોજન કરી સમગ્ર આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના મિત્રો દ્વારા રક્તાંજલી સ્વરૂપે 210 યુનિટ રક્ત એકત્રિત કરી મિત્રને રકતાંજલિ અર્પણ કરાઇ
આ તકે ખાસ નારી શકિત તરીકે નવ યુવાન સુમિત ડાંગરના માતા પિતા સહિત ડાંગર પરિવાર અને મિત્ર વર્તુળ સાથે સમગ્ર આજુ બાજુના ગ્રામ્યના રક્ત દાતા દ્વારા રક્તાંજલિ અર્પી ને સાચા અર્થમાં શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા