ગીર સોમનાથ ના વેરાવળ શહેર ના માંધાતા ગ્રુપ ના હોદેદારો ની વરણી પ્રમુખ હિતેશ બારીયા, મહામંત્રી તરીકે જેન્તી સોલંકી ની વરણી નો સર્વત્ર આવકાર
ગીર સોમનાથ ના વેરાવળ શહેર ના માંધાતા ગ્રુપ ના હોદેદારો ની વરણી
પ્રમુખ હિતેશ બારીયા, મહામંત્રી તરીકે જેન્તી સોલંકી ની વરણી નો સર્વત્ર આવકાર
વેરાવળ
સમગ્ર રાજ્ય માં કોળી સમાજ ના ઉત્કર્ષ માટે કામ કરતુ સંગઠન શ્રી માંધાતા ગ્રુપ ના ગીરસોમનાથ ના વેરાવળ શહેર ના હોદેદારો ની વરણી કરવામાં આવી છે. જેમાં વેરાવળ શહેર ના પ્રમુખ તરીકે હિતેશ ભીખુભાઇ બારીયા ની વરણી કરાઈ છે. મહા મંત્રી તરીકે વેરાવળ બાયપાસ ના જેન્તી હમીરભાઇ સોલંકી, ડાભોર ના મનસુખ ધારેચા, ધર્મેન્દ્ર ધારેચા, કરશન વાજા અને નારણ ગાવડીગા ની વરણી કરાઈ છે. આ ઉપરાંત સંગઠન માં ઉપ પ્રમુખ, મંત્રી, શૈક્ષણિક, કાયદા, મેડિકલ, ધંધાકીય અને શોસ્યલ મીડિયા વિભાગ માં નિમણુંક કરાતા ગ્રામીણ વિસ્તાર માં મોટી વસ્તી ધરાવતા આ સમાજ ના લોકો ને મદદરૂપ થવા આવે સંગઠન કામ કરશે. સંગઠન માં નિમણૂંક પામેલા પ્રમુખ હિતેશ બારૈયા અને જેન્તી સોલંકી ને સમગ્ર વિસ્તાર માંથી આવકાર મળી રહ્યો છે. સોમનાથ વિસ્તારના રાજકીય આગેવાન અને આદ્રી ગામના યુવા સરપંચ મયુર જોટવા થતા મિત્ર વર્તુળ દ્વવારા નિમણૂંક પામેલા પ્રતિનિધિઓ ને શુભેચ્છા આપી અભિનંદન પાઠવવા માં આવ્યા છે.
રિપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા