જેસર તાલુકામાં કલ હમારા યુવા સંગઠન દ્વારા ચિંતન શિબીરનુ આયોજન કરવામાં આવ્યુ

જેસર તાલુકામાં કલ હમારા યુવા સંગઠન દ્વારા ચિંતન શિબીરનુ આયોજન કરવામાં આવ્યુ

 

,કલ હમારા યુવા કોળી સંગઠન જેસર દ્વારા શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે જેસરના નાના વેજલા મુકામે સામાજિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેસરમાં સંગઠનની આ ત્રીજી મિટિંગ હતી. આ મિટિંગમાં જેસર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોળી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં જેસર તાલુકાના સંગઠન પ્રમુખ સંજયભાઈ યાદવ, મહામંત્રી વિપુલભાઈ ઝાલા સહિતના સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે યુવાનોને જાગૃત કરવા માટે વિશાલભાઈ ખેરાળા,સંજયભાઈ યાદવ,વિશાલભાઈ વાઘેલા તેમજ પ્રકાશભાઈ ચુડાસમાએ પ્રવચન આપ્યું હતું.આ મિટિંગમાં નવા યુવાનો દ્વારા સારો પ્રતિસાધ મળ્યો હતો.આપ સૌ મિત્રોના સાથ સહકારથી સંગઠન મજબૂત બની રહ્યું છે.તો મિત્રો સાથ અને સહકાર બનાવી રાખજો અને સંગઠિત રહેજો.

 

રિપોર્ટર અશોક ચૌહાણ ગારીયાધાર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »