જાળીયા ગામ શીવકુંજ આશ્રમ સામે હાઇવે રોડ પર મોતના ખાડામાં હજુ કેટલા નિર્દોષનો ભોગ લેવા તંત્ર રાહ જુવે
જાળીયા ગામ શીવકુંજ આશ્રમ સામે હાઇવે રોડ પર મોતના ખાડામાં હજુ કેટલા નિર્દોષનો ભોગ લેવા તંત્ર રાહ જુવે
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામથી લઈને જાળીયા ગામ પહોંચતા ફોર લાઈન હાઇવે રોડ પર ખાડાઓને કારણે કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાયો પણ તંત્રના અધિકારીઓ અને પદા,અધિકારીઓ ત્યાંથી પસાર થાય છે પણ કોઈને ખાડા દેખાતા નથી
રાજકોટ ભાવનગર ફોર લાઈન હાઇવે રોડના કામમાં મોટો ભ્રસ્ટાચાર થયો હોવાનું સાબિત હાઇવે રોડ જ કરે છે
સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે ત્યારે R&B તંત્રના અધિકારીઓ ખો ખો રમત શરૂ કરે છે
રાજકોટ ભાવનગર ફોર લાઈન હાઇવે પર જાળીયા ગામથી કાયમ પસાર થતા ભાજપ કોંગ્રેસના રાજકીય મોટા નેતાઓ અને સરકારના મોટા અધિકારીઓને શું આ ખાડાઓ દેખાતા નથી કે પછી નિર્દોષ લોકોના લેવાતા ભોગ પર રાજકારણ કરવામાં બધાને મજા આવે છે શું પ્રજાના પ્રતિનિધિઓ બેરા,આંધળા છે પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા નેતાઓ અને અધિકારીઓ ગુણવત્તા વગરના હાઇવે નિર્માણ કાર્યમાં કેમ ચૂપ થઇ ગયા છે
સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા કે
હાઇવે રોડ નિર્માણ કોન્ટ્રાક્ટરોના ગુલામ બની અધિકારીઓ અને નેતાઓ કેમ ચૂપસાપ તમાચો જુવે છે શું આ લોકોનું જમિર વેચાય ગયુ છે
રિપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા