કલ હમારા યુવા સંગઠનની સુરત જિલ્લા કમિટી દ્વારા કામરેજ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી લોકસેવા અર્થે શુભારંભ કરવામાં આવ્યો
કલ હમારા યુવા સંગઠન ગુજરાતનું સુરત જિલ્લા કાર્યાલયનું કામરેજ ખાતે ઉદ્ઘાટન
કલ હમારા યુવા સંગઠનની સુરત જિલ્લા કમિટી દ્વારા કામરેજ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી લોકસેવા અર્થે શુભારંભ કરવામાં આવ્યો.
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન ધરમસિંહભાઈ ધાપા દ્વારા રીબીન કાપી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. ગુજરાત પ્રમુખ ભરતભાઈ શેઠ, ગુજરાત મહિલા પ્રમુખ શાંતુબેન મકવાણા, તેમજ સુરત જિલ્લાની સમગ્ર ટીમ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો સોશ્યિલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાટ્રીય અધ્યક્ષ દ્વારા સુરત જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ મેર, ઉપપ્રમુખ સોમભાઈ મેર, કામરેજ પ્રમુખ મુકેશભાઈ બારૈયા, ઉપપ્રમુખ દેવાભાઇ બામભણીયા અને ગુજરાત મહામંત્રી તરીકે ચિરાગભાઈ ઝાલાની હોદ્દા આપી વરણી કરી હતી.
સામાજિક ક્રાંતિના ધ્યેય સાથે, શૈક્ષણિક જાગૃતિ, આર્થિક સંમૃધ્ધિ, સામાજિક એકતા અને કુરિવાજ નાબૂદ થાય તેવા કર્યો કરવા માટે કાર્યકરો પ્રતિબદ્ધ થયાં હતા
રિપોર્ટ કાંતિ શીંગડ સુરત