અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ગુજરાત પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને રાષ્ટ્રીય માજી અધ્યક્ષ કુંવરજી બાવળીયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગુજરાત પ્રમુખનો ખુલાસો
અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન રાષ્ટ્રીય માજી અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાનો કાર્યકાલ જૂન 2020 માં પૂર્ણ થયો હોય કાયદેસર રીતે સસ્પેન્ડેડ લેટર પેડ માન્ય નથી.. વળી કાયમી સાત સભ્યોના મત લીધા વગર અને કાર્યકારી ઉપાધ્યક્ષ અજય પટેલ કોન્ટ્રાકટરનો મત પણ લીધો ન હોય આ લેટર પેડ ગેર બંધારણીય છે તેવું સૂચન કરેલ છે.
ગેરબંધારણીય રીતે ગુજરાત પ્રમુખને સસ્પેન્ડ કરાતા સમગ્ર ગુજરાત કોળી સમાજના વિવિધ સંગઠનોના પ્રમુખો અને આગેવાનો પીઠાવાળાના સમર્થનમાં દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કોળી સમાજના તમામ આગેવાનોની એક જ માંગ છે કે ગેરબંધારણીય સસ્પેન્ડ લેટર રદ થાય અને સમસ્ત કોળી સમાજ સંગઠિત બની વિકાસ કરે.
તસ્વીર કાંતિ શિંગડ સુરત