તળાજા તાલુકાના પીથલપુર ગામ ના યુવાન આર્મી માંથી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ધામ ધૂમ થી સ્વાગત કરવામાં આવ્યું
પીથલપુર ગામના ઢાપા પરિવાર નું ગૌરવ એવા ઢાપા ધરમશીભાઈ ના સુપુત્ર એવા ઢાપા સુરેશભાઈ ધરમશીભાઈ જેવો આર્મી માંથી ટ્રેનિંગ પૂર્ણ કરી પહેલી વાર ઘરે આવતા તેમના ગામ અને પરિવાર અને મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
ખાસ વાત તો એ સે કે ધરમશીભાઈ ના ત્રણ દિકરા ઓ માંથી બે દીકરા દેશ સેવા માટે આર્મી માં ફરજ બજાવે સે અને સુરેશભાઈ થી મોટાભાઈ ચંદુભાઈ એ પણ આર્મી ટ્રેનિંગ માં સે ખુબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે સે ધરમશીભાઈ ને કે પોતાની કે પોતાના દીકરાની ચિંતા કર્યા વગર બન્ને દીકરાને દેશ સેવા કરવા માટે પરવાનગી આપી.
ધરશીભાઈ ને તો ધન્યવાદ સે પરંતુ સમગ્ર પીથલપુર ને પણ ધન્યવાદ સે કે નાનકડા એવા પીથલપુર માં આશરે 40 થી 50 જેટલા યુવાનો અને યુવતીઓ જેવો દેશ સેવા માટે જેમકે આર્મી પોલીસ BSF માં ફરજ બજાવે સે અને આશરે 30 જેટલા યુવાન એન યુવતીઓ દરોજ સૈનિક ની તૈયારી કરવા માટે પીથલપૂર ની નજીક આવેલા ગ્રાઉન્ડ માં તૈયારી કરતા આજે પણ જોવા મળે છે.
ખરે ખર એક ગૌરવ ની વાત છે તો એક શરમ જનક વાત પણ સે કે સરકાર શ્રી દ્વારા આવા યુવાનો માટે તૈયારીઓ કરવા માટે પૂરતા પ્રમાણમાં ગ્રાઉન્ડ ની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી જ્યારે રેલીયો યોજવી સભાઓ યોજવી મોટા મોટા ફંક્શન કરવા ચૂંટણી આવે ત્યારે લાખો રૂપિયા ખર્ચી નાખવા લોકના મત માટે પરંતુ આવા ગામડાઓ જેવા કે પીથલપુર આમળા પ્રતાપરા ઝાંઝમેર, રાજપરા વગેરે ગામડા ઓમાંથી ખુબજ મોટી સંખ્યામાં આર્મી પોલીસ BSF ફોરેસ્ટ નેવી વગેરે સૈનિક ની ભરતીમાં યુવાનો પોતાની મહેનત અને વગર ગ્રાઉન્ડે મહેનત કરીને દેશ સેવા માં ફરજ બજાવતા હોય છે.
રીપોર્ટર :- રાઠોડ સાગર / તળાજા