ખાધા ખોરાકીનાં કેસમાં સજા પામેલ પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ તથા પેરોલ ફર્લો જમ્પ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ નરેશભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે લાલજીભાઇ કરશનભાઇ ચૌહાણ રહે.નુતનનગર,હોટલ હેવન સામે,મહુવાવાળાને ખાધા ખોરાકીનાં કેસમાં સજા થયેલ છે.જે વચગાળાનાં જામીન ઉપર આવીને જેલમાં હાજર થયેલ નથી.તે હાલ નેસવડ ચોકડી,મહુવા ખાતે હાજર છે.જે હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ આવતાં લાલજીભાઇ કરશનભાઇ ચૌહાણ ઉ.વ.૪૦ રહે.નુતનનગર,હોટલ હેવન સામે,મહુવાવાળો હાજર મળી આવેલ.તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતાં તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે તજવીજ કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ ગોહિલ,નરેશભાઇ બારૈયા,મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા, જયદિપસિંહ ગોહિલ તથા ડ્રાયવર હારિતસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.