ભાવનગર-તળાજા હાઇ-વે, વંદે માતરમ્ હોટલ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી
ભાવનગર-તળાજા હાઇ-વે, વંદે માતરમ્ હોટલ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ.૧૧,૮૦,૮૦૦/-નાં મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા,તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ખાનગી ફોર વ્હીલ બે વાહનોમાં ભાવનગર-તળાજા હાઇ-વે પર પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર-તળાજા રોડ,ધારડી ગામ,આશ્રમ પાસે રોડ ઉપર આવતાં પો.હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમાને તેઓનાં અંગત-વિશ્વાસુ બાતમીદારથી બાતમી મળી આવેલ કે, ટાટા કંપનીનાં ટ્રક RJ-19-GB 1645 માં લીગનાઇટ કોલસાની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે.જે ટ્રક તળાજા તરફ જવાનો છે.
જે ટ્રક હાલમાં ધારડી ગામથી આગળ તળાજા રોડ,વંદે માતરમ્ હોટલ સામે ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત હકિકતવાળા ટ્રક સાથે ડ્રાયવર મલેન્દ્દસિંગ અમરસિંગ રાઠૌડ ઉ.વ.૩૮ ધંધો-ડ્રાયવીંગ રહે.ભીલો કી ધાની,મીઠડા ગામ તા.જી. બાડમેર રાજય-રાજસ્થાન તથા કલીનર તુલસારામ દલારામ ચૌધરી ઉ.વ.૨૧ ધંધો-કલીનર તરીકે રહે. બાંકાસરા, સરલી ગામ તા.જી.બાડમેર રાજય-રાજસ્થાનવાળા હાજર મળી આવેલ.જે ટ્રકમાં ભરેલ કોલસો કયાં ઉતારવાનો છે.તે બાબતે પુછપરછ કરી બિલ માંગતાં ડ્રાયવરે ઇનવોઇસ,ઇ-વે બિલ તથા ટ્રાન્સપોર્ટની રસીદ રજુ કરતાં આર.કે.કોલ બારમેરથી ભરી શિવમ બ્લેકરોક શોપ નં.F89 ત્રાજપર મોરબી ખાલી કરવાનો હોવાનું અને કુલ-૨૪.૩૮૦ ટન કોલસો ભરેલ હોવાનું જણાય આવેલ.આ ડ્રાયવર તથા કલીનરને મોરબીનાં બદલે આ બાજુ કેમ આવી ગયા તેમ પુંછતાં તેઓ બંને કોઇ જવાબ આપી શકેલ નહિ અને ગભરાય જઇ તેઓ બંનેએ આ ટ્રકમાં કોલસાની નીચે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાવેલ.જેથી ટ્રકને ભાવનગર લાવી મજુરોથી કોલસો ખાલી કરાવતાં તેમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક બોટલ નંગ-૧૨૩૬ કિ.રૂ.૩,૭૦,૮૦૦/-નો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.જેથી ઉપરોકત ઇંગ્લીશ દારૂ,જરૂરી કાગળો, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૮૦,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.
આ ઇંગ્લીશ દારૂ તેઓને તેનાં શેઠ કિશોર ચેનારામ કડવાસરા/ચૌધરી રહે.હાથી થલા તા.જી.બાડમેર રાજસ્થાનવાળાએ ભરી આપેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત જણાવેલ તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળની અલગ-અલગ કલમો હેઠળ અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમા,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્રભાઇ ચૌહાણ, રાજપાલસિંહ સરવૈયા,પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.