આજ રોજ તળાજા વિશ્વ હિન્દુ પરિષદ અને બજંગદળ દ્વારા આતંવાદ ના વિરોધમાં તળાજા માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો તળાજા ગીતા હોલ થી રેલી સ્વરૂપે તિલક ચોક સુધી ગયા હતા તિલક ચોક માં પૂતળાં દહન કરવામાં આયું હતું આ સમયે તળાજા પોલીસ કાફલો તેમજ દાઠા પોલીસ કાફલો ઉપસ્થિતિ રહ્યો હતો

બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત કાશ્મીર મા ફરી એક વખત 1990 ના દશક જેમ ઓળખી ઓળખીને હિન્દુઓની હત્યા કરવામા આવી રહી છે. છેલ્લા ત્રણ જ દિવસમા ઓળખ કાર્ડ જોઈને જે હિન્દુ હતા એમને ગોળીએ દેવાય રહ્યા છે.. અને આ બધુ સીમા પારથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કરવામા આવી રહ્યુ છે,જમ્મુ-કાશ્મીર મા કલમ 370 અને 35એ હટાવ્યા બાદ ,અફઘાનિસ્તાન મા તાલિબાની શાસન ને કારણે આતંકવાદી ઘટનાઓ એકદમ વધી ગઈ છે,

બજરંગ દળ કાશ્મીરના હિન્દુ સમાજ ની પડખે ખભે ખભા મિલાવીને પુરી શક્તિ થી સાથે છે, આવી રીતે ક્રમશઃ હુમલા અને હિન્દુઓની હત્યા ના વિરોધ મા *બજરંગ દળ કાલે 9 ઓક્ટોબર ના દિવસે દેશભર મા પ્રદર્શન કર્યુ હતુ,તથા કાશ્મીરી હિન્દુઓની સાથે આખોય દેશ છે* એવો સંદેશો આપવા તાલધ્વજ(તળાજા) પ્રખંડ(તાલુકા) બજરંગ દળ ના કાર્યકરો ભેગા થઇ વિરોધ પ્રદર્શન કર્યો હતો ..

આ કાર્યક્રમ મા તાલધ્વજ નગર અને ગ્રામ્ય માંથી બજરંગ દળ ના તમામ કાર્યકર્તાઓ તથા સમસ્ત હિન્દુ સમાજ સાથ આપવા માટે બહોળી સંખ્યામા ઉમટી પટ્યા હતા.આજ બજરંગ દળ સમસ્ત હિન્દુ સમાજને એચજુટ થવા આહ્વાન કરવા મા આવ્યુ હતુ,

પી.ડી ડાભી તળાજા ભાવનગર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »