ગરીબીના કારણે સારવાર ન થતા ગુમાવવા પડ્યા પતિ પછી પત્નીએ જે કર્યું એ જાણીને તમને આશ્ચર્ય થશે
પશ્ચિમબંગાળના રહેવાસી સુભાષીની મિસ્ત્રી ભરયુવાનીમાં વિધવા થયા હતા.માત્ર 24 વર્ષની ઉંમરે જ બીમાર પતિની નાણાના અભાવે યોગ્ય સારવાર ન થતા પતિનું અવસાન થયું અને સુભાષીની વિધવા બન્યા.ઉંમર ખૂબ નાની હતી છતાં પણ એમને પુનઃલગ્ન ન કર્યા.
સુભાષિનીજીએ પતિને અનોખી અંજલિ આપવાનું નક્કી કર્યું. જો પતિને યોગ્ય સારવાર મળી હોત તો પતિ સાથે સુખરૂપ જીવનની મજા માણી શકત પણ ગરીબીના કારણે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન કરાવી શક્યા અને પતિને ગુમાવવાનો વખત આવ્યો.સુભાષિનીજીએ નિર્ણય કર્યો કે એવું કંઈક કરવું છે કે જેથી ભવિષ્યમાં બીજા કોઈને પોતાના પતિ કે પરિવારના કોઈ સભ્યને યોગ્ય સારવારના અભાવે ગુમાવવો ન પડે. મારે જે દુઃખ વેઠવું પડે છે એવું દુઃખ બીજાને ન વેઠવું પડે એવું કંઈક કરવું છે.
પતિની યાદમાં એક હોસ્પિટલ સ્થાપવાનો એણે સંકલ્પ કર્યો. લોકો એને ગાંડી સમજવા લાગ્યા કારણકે પૈસાના અભાવે જ તો એને પતિને ગુમાવ્યો હતો તો પછી હોસ્પિટલ કેવી રીતે બનાવી શકે.ઘરમાં કોઈ મૂડી હતી જ નહીં.ખાવાના પણ સાંસા પડતા હતા અને હોસ્પિટલ બનાવીને લોકોને રાહતદરે સારવાર આપવાના એ સપના જોતા હતા જે શક્ય જ નહોતું.
સુભાષીની આજુ બાજુના ઘરમાં કામ કરવા જાય અને જે આવક થાય એમાંથી માંડ માંડ ઘર ચાલે.થોડી આવક થાય એમાંથી પણ થોડી રકમ બચાવીને જમા કરે.થોડા સમય પછી ઘરના કામ મૂકીને બાંધકામ સાઇટ પર કામ કરવા લાગ્યા. બહુ રકમ બચતી નહોતી એટલે એ કામ બંધ કરીને રોડ પર બેસી ફળો અને શાકભાજી વેંચવાનું ચાલુ કર્યું.થોડી બચત વધી પણ હોસ્પિટલ થોડી બને ?હિંમત હાર્યા વગર ભૂખ્યા રહીને પણ વધુને વધુ બચત કરતા ગયા. 20 વર્ષની બચતમાંથી એક પ્લોટ ખરીદ્યો.
હવે બાંધકામ માટે બચત ચાલુ કરી.લોકોની થોડી મદદ પણ મળી અને સુભાષિનીજીએ વર્ષો પછી એના વતનમાં “humunity hospital” નામની માનવતાની સેવા કરતી હોસ્પિટલ શરૂ કરી.આજે સુભાષિનીજીની ઉમર 75 વર્ષ ઉપર થઈ છે.એમને સ્થાપેલી આ હોસ્પિટલમાં સેંકડો દર્દીઓએ સારવાર મેળવીને નવી જિંદગી પ્રાપ્ત કરી છે.ભારત સરકારે એમની સેવાની નોંધ લઈને પદ્મશ્રી એવોર્ડથી એમનું સન્માન કર્યું છે.
મીત્રો,આપણને આપણી આસપાસ રહેલા અને લોકોને લૂંટવાનું કામ કરનારા લોકો જ દેખાય છે પણ જોવાનો પ્રયાસ કરશો તો સુભાષીની મિસ્ત્રી જેવા પરમાર્થી લોકોના દર્શન પણ થશે. આવા લોકોના કારણે જ ભારત તેજોમય છે.
હવે હું તેની સાથે તેનું સંચાલન જોઉં છું.અહીં આવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. કેટલીક સંસ્થાઓના દાન અને આર્થિક સહાયથી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 25 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જો કે,અમે હજી પણ ડૉક્ટરોની અછત અનુભવી રહ્યા છીએ કારણ કે પુત્ર માટે એકલા હોસ્પિટલનું સંચાલન કરવું મુશ્કેલ છે.હું ખૂબ જ ખુશ છું કે સરકારે મારા કામને સન્માન આપ્યું છે.
આમ છતાં,જ્યારે અન્ય લોકો મારા કામમાંથી પ્રેરણા લઈને સમાજના ભલા માટે આગળ આવશે ત્યારે મને વધુ આનંદ થશે.મને મારા કામનું માન એ જ દિવસે મળ્યું કે જે દિવસે હોસ્પિટલ શરૂ થઈ અને પ્રથમ દર્દીની સફળતાપૂર્વક સારવાર થઈ.પણ મારું મિશન હજી પૂરું થયું નથી.દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા હોસ્પિટલને આઈસીયુ, ડોકટરો અને સ્ટાફ સહિત અન્ય ઘણી સુવિધાઓની જરૂર છે.પણ મને વિશ્વાસ છે કે હું આટલો દૂર આવ્યો છું, તેથી આગળ કોઈ રસ્તો ચોક્કસ હશે.