અહીં લગ્ન પછી કન્યાની નહીં પણ વરની થાય છે વિદાય!જાણો તેની પાછળ નું ખૂબ જ રસપ્રદ કારણ….
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે અહી ધર્મ,જાતી,રંગ, વિચાર વગેરે જેવા અનેક સ્તર પર તમને વિવિધતા જોવા મળશે.આ જ એક ખાસિયત છે જે ભારતને બીજા દેશોથી અલગ બનાવે છે.ભારતમાં અલગ-અલગ સંસ્કૃતિના લોકો વસવાટ કરે છે.આજે અમે તમને એમાંથી એક એવી જનજાતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લગ્ન પછી દુલ્હનની નહિ પરંતુ દુલ્હાની વિદાય થાય છે અને લગ્ન પછી દુલ્હો જાય છે રહેવા સાસરે જાય છે.
પૂર્વોત્તર ભારતના મેઘાલય રાજ્યમાં ખાસી સમુદાયને મહિલાઓના અધિકારોનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. આ રાજ્યની લગભગ 25 ટકા વસ્તી આ સમુદાયની છે.
ભારતને વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિ,વિચારો,ખાનપાનની આદતો અને જીવનશૈલી બાકીના વિશ્વ કરતાં તદ્દન અલગ છે.આ તમામ ખાસ વસ્તુઓ ભારતને અન્ય દેશો કરતા અલગ બનાવે છે.પરંતુ,શું તમે ક્યારેય એવા સમુદાય વિશે સાંભળ્યું છે જ્યાં લગ્ન કર્યા પછી,કન્યા વરરાજાના ઘરે નથી જતી,પરંતુ વર કન્યાના ઘરે જ રહે છે.
અમે વાત કરી રહ્યા છીએ મેઘાલયની ખાસી જનજાતિની, પૂર્વોત્તર ભારતના મેઘાલય રાજ્યમાં ખાસી સમુદાયને મહિલાઓના અધિકારોનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. આ રાજ્યની લગભગ 25 ટકા વસ્તી આ સમુદાયની છે અને આ તમામ સમુદાયો માતૃસત્તાક છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ સમુદાયમાં તેમના માતા-પિતાની સંપત્તિ પર પહેલો અધિકાર મહિલાઓનો છે. પરિવારની સૌથી નાની પુત્રી પર મહત્તમ જવાબદારી હોય છે અને ઘરની મિલકતની વાસ્તવિક માલિક પણ સ્ત્રી જ હોય છે. આ સમુદાયના લોકોને જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.આ સાથે મહિલાઓ પોતાની ઈચ્છા પર ગમે ત્યારે લગ્ન તોડી શકે છે.
ખાસી આદિજાતિ સિવાય,આ પ્રથા મેઘાલયની અન્ય બે જાતિઓ (ગારો અને જૈનતિયા)માં પણ અનુસરવામાં આવે છે.આ બંને આદિવાસીઓમાં એક જ સિસ્ટમનું પાલન કરવામાં આવે છે.અહીં પણ લગ્ન પછી વરરાજા તેના સાસરે જ રહે છે.જ્યાં એક તરફ એવું જોવા મળે છે કે છોકરો બનવાની ઉજવણી વધુ થાય છે તો બીજી તરફ આ સમુદાયમાં તેનાથી વિપરીત છે.આ સમુદાયના લોકોને સંગીત પ્રત્યે વિશેષ લગાવ છે.તેઓ ગિટાર,વાંસળી,ડ્રમ વગેરે જેવા વિવિધ પ્રકારનાં વાદ્યો ગાય છે અને વગાડે છે.