મહિલાઓની આ ચાર ખાસ ખૂબીઓ,જેની આગળ પુરુષ પણ થઇ જાય છે….

પુરૂષ પ્રભુત્વ ધરાવતા સમાજમાં મહિલાઓને હંમેશા ઓછો આંકવામાં આવે છે.પરંતુ સ્ત્રીઓમાં એવા ઘણા ગુણો હોય છે જે પુરુષોની તુલનામાં ઉત્તમ હોય છે.તે ગુણોનો ઉલ્લેખ મહાન વિદ્વાન,અર્થશાસ્ત્રી,કુટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યએ પણ તેમની ચાણક્ય નીતિમાં કર્યો છે.તેમણે કહ્યું કે મહિલાઓમાં એવા કયા ગુણ હોય છે જેની સામે મજબૂત પુરુષો પણ ઝૂકી જાય છે.

હિંમતવાન ઘણીવાર પુરુષો વિચારે છે કે સ્ત્રીઓ નબળી હોય છે પરંતુ તે નથી એવું.તેઓ પુરુષો કરતાં વધુ હિંમતવાન હોય છે.તેઓ જોખમ લેવાથી નથી ડરતી હોતી.તે સમયે- સમયે હિંમત અને સાહસ બતાવવામાં નથી અચકાતી.એટલા માટે તમે એ પણ જોયું હશે કે જ્યારે કોઈ સ્ત્રી ગુસ્સે થાય છે ત્યારે પુરૂષો પણ તેની સાથે લડાઈ જીતી નથી શકતા.તે પોતાની વાતોથી સામેની વ્યક્તિને નબળી પાડે છે.જયારે તેઓ પતિ, બાળકો અને પરિવાર માટે હિંમત બતાવવામાં ક્યારેય પીછે હઠ નથી કરતા.

સમજદાર સ્ત્રીઓ પુરુષોની તુલનામાં વધુ બુદ્ધિશાળી હોય છે.પુરૂષો જ્યારે ગુસ્સે થાય છે ત્યારે હોશ ગુમાવી દે છે.તેમને સાચા- ખોટાની યોગ્ય સમજ નથી હોતી.જ્યારે મહિલાઓ ખૂબ જ સમજદારીથી કામ કરે છે.તે પરિસ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લે છે.આખા પરિવારને સાથે લઈને ચાલે છે. તેમની સમજણથી ઘરમાં બચત થાય છે સમૃદ્ધિ રહે છે અને પરિવારમાં પ્રગતિ થાય છે.એટલા માટે જે ઘરમાં સ્ત્રી નથી ત્યાં બધું સારું નથી ચાલતું.કેટલીક સમસ્યાઓ તો રહે છે.

દયાળુ સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ લાગણીશીલ અને દયાળુ હોય છે.તેમનામાં કરુણાનો ભાવ વધારે હોય છે.તે કોઈને દુઃખ અને વેદનામાં જોઈ નથી શકતા.તેઓ પુરુષોની જેમ લાગણીહીન નથી હોતા.બીજાની લાગણીઓનું સન્માન કરે છે. જરૂરિયાતમંદોની મદદ માટે તે હંમેશા આગળ રહે છે.તે તેની દયા અને કરુણાને કારણે જ લોકો મદદ માટે તેમની તરફ જોવે છે.જો કે તમારે તેમની તે ખુબીને નબળાઈ તરીકે ના લેવી જોઈએ.તેઓ બુદ્ધિશાળી પણ છે અને જાણે છે કે તમને ખરેખર દયાની જરૂર છે અથવા તમે તેમનો લાભ લઈ રહ્યા છો.

ખાવા-પીવાની શોખીન મહિલાઓને પુરુષોની તુલનામાં ખાવાનું વધુ પસંદ હોય છે.તેમને પણ પુરૂષો કરતા વધુ ભૂખ લાગે છે હકીકતમાં તેમના શરીરની રચના એવી હોય છે કે તેમના શરીરને વધુ પોષણની જરૂર હોય છે.તેથી તેમને વારંવાર પૂરતો અને પૌષ્ટિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.તે ઘરમાં એટલુ બધી કામ કરે છે કે તેમને પોતાની ઉર્જા જાળવી રાખવા માટે વધુ ખોરાકની જરૂર પડે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »