શિકારી આજ ખુદ શિકાર હો ગયા,જૂઓ કરોળિયા અને સાપ નો એક અદ્ભુત વિડિયો….
સાપને જોઈને ભલભલાની હાલત ખરાબ થઈ જાય છે પરંતુ કરોળિયા સાપ કરતાં વધુ ઝેરી હોય છે.જેનો પુરાવો તમને વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં મળી શકે છે.
સાપને લગતા ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે.કારણ કે આ પ્રાણી તેના શિકારને ઝેરથી મારી નાખે છે.એટલા માટે જ્યારે પણ તેમના વીડિયો ઈન્ટરનેટ પર આવે છે,ત્યારે તે ઝડપથી વાયરલ થાય છે,પરંતુ જરૂરી નથી કે દરેક વખતે તેઓ તેનો શિકાર બને.ઘણી વખત આ શિકારી પોતે શિકારની પ્રક્રિયામાં શિકાર બની જાય છે. આવો જ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.જેણે સૌને ચોંકાવી દીધા છે.
સાપને જોઈને ભલભલાની હાલત ખરાબ થઈ જાય છે પરંતુ કરોળિયો સાપ કરતાં વધુ ઝેરી હોય છે.જેનો પુરાવો તમને વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં મળી શકે છે.વાસ્તવમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક કરોળિયો સાપને પોતાની જાળમાં ફસાવે છે અને ખૂબ જ નિર્દયતાથી તેનો શિકાર કરે છે.જેને જોયા પછી તમે પણ ચોંકી જશો.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક કરોળિયાએ કારના ટાયર પર પોતાનું જાળું બાંધ્યું છે.જેમાં એક સાપ ખરાબ રીતે ફસાઈ જાય છે.થોડી જ વારમાં,તે સાપની ફેણની નજીક આવે છે અને તેને તેના જાળામાં લપેટવાનો પ્રયાસ કરવા લાગે છે. જાળું ખૂબ જ નબળું લાગે છે,તેમ છતાં સાપ પોતાને બહાર ખેંચી શકતો નથી.જો કે,કરોળિયાની સરખામણીમાં લોકો સાપને ખતરનાક અને વધારે ઝેરીલા માને છે પરંતુ આ ચોંકાવનારી ક્લિપે ઘણા લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો.
આ વીડિયોને wildtrails.in નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો અને તેમના મનમાં એક જ સવાલ આવી રહ્યો છે કે,શું કરોળિયો સાપનો શિકાર કરી શકે છે.