આ છે હનુમાન દાદા નો ખરો ભક્ત,રાજકોટ હનુમાન ચાલીસા કથામાં છકડો ચાલક રોજ ભક્તોને પીવડાવે છે 250 લીટર દૂધની ચા,જાણો તેની સેવાકીય ભક્તિને…..
રાજકોટમાં હનુમાન ચાલીસાની યુવા કથા ચાલી રહી છે જેમાં સારંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા વ્યાસપીઠથી રોજ હજારો લોકોને કથાનું રસપાન કરાવામાં આવે છે.તે કથામાં કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે સેવા પણ કરી રહ્યા છે.
તેમાં એક રીક્ષા ચાલાક કથામાં આવતા હજારો લોકોને ૨૦૦ થી ૨૫૦ લીટર દૂધની ચા નિસ્વાર્થ ભાવે પીવડાવી રહ્યા છે.તેમને સ્વામીને પણ કહ્યું હતું કે પત્નીના દાગીના રીક્ષા વેચી દઈશ પણ ચા પીવડાવાની સેવા તો કરીશ જ તે રીક્ષા ચાલાક દાદાને મનથી ઈચ્છા થઈ કે તેમને લોકોને ચા પીવડાવી સેવાનું કાર્ય કરવું છે.
તો તે ત્યાં સેવા કરવા પહોંચી ગયા અને આજે તેઓ ૨૫૦ લીટર દૂધની ચા દિવસ દરમિયાન અનેક લોકોને પીવડાવી રહ્યા છે.ત્યારે તે સેવાને ખુદ હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી બિરદાવતા કહ્યું હતું કે તેમને કહ્યું હતું કે રીક્ષા ચાલાક દાદાએ ખાલી જગ્યા જ માંગી હતી.
બાકી કોઈના જોડેથી એક રૂપિયો દાન પણ નથી લેતા તેમને કહ્યુ હતું મારા દાગીના અને રીક્ષા વેચવી પડે તો વેચી દે પણ ચા તો હું જ પીવડાવીશ જેમની સેવા જોઈને સ્વામીનું હૃદય પણ કંપી ઉઠ્યું હતું.
સ્વામીએ કહ્યું હતું કે સેવા કરવા માટે પૈસા જ મહત્વના નથી વ્યક્તિના ભાવ પણ ઉત્તમ હોવો જોઈએ તેનું જીવતું જાગતું ઉદાહરણ રાજકોટના સામાન્ય પરિવારમાં રહેતા વૃદ્ધ રીક્ષા ચાલાકએ સાબિત કરી બતાવ્યું છે જેમને જોઈને અનેક લોકો માટે તે પ્રેરણારૂપ બનશે.તેમને કહ્યું હતું કે મને ઈચ્છા થઈ છે એટલે હું લોકોને ચા પીવડાવું છું.