નાનપણ થી બે હાથ અને એક પગ ગુમાવ્યો હતો છતાં નાં હારી હિંમત,આજે લાખો રૂપિયાની કમાણી કરી જીવે છે આવી લાઈફ…
તમે એવા ઘણા લોકોને જોયા હશે કે જે જીવનમાં કોઈ તકલીફ કે સમસ્યા આવે તો તે જીવવાનું છોડી દે છે અને હિંમત હારી જાય છે,મોટા ભાગે અપંગ લોકો પોતાન જીવનથી નિરાશ થઇએ આખું જીવન દુઃખ અને તકલીફમાં વિતાવી દે છે.
પણ આ યુવતીએ સાબિત કરી બતાવ્યું કે જો મન મજબૂત હોય તો હિમાલય પણ નથી નડતો,આ યુવતીનું નામ વિક્ટોરિયા છે,વિકટોરિયાને બંને હાથ નથી,જયારે વિક્ટોરિયા ૬ વર્ષની હતી ત્યારે તેને એક એક્સીડંટમાં પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા,
તેમ તેને પોતાનો એક પગ પણ ગુમાવી દીધો હતો,જો કોઈના જીવનમાં આટલું બંને તો તે ક્યારનોય હિંમત હારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હોય,પણ વિક્ટ્રોરિયાને આ બધું મંજુર નહતું,વિકટરોરિયા આજે ૨૬ વર્ષની છે.
ભલે તેના બે હાથ અને એક પગ નથી તો પણ તે આજે લાખો રૂપિયાની કમાણી કરે છે,વિક્ટોરિયા એ મોડલ છે,તેને ૨૦૧૯ માં એક મોડલિંગ એજન્ટ દ્વારા જોવામાં આવી હતી,ત્યારથી તેના મોડલિંગ કરિયરની શરૂઆત થઇ હતી,ત્યારથી તે મોડલિંગમાં અલગ અલગ કામ કરી રહી છે.
આજે સોશિયલ મીડિયા પર લગભગ ૨ લાખ લોકો વિક્ટોરિયાને ફોલો કરે છે,વિક્ટોરિયાએ સુંદરતાએ એક નવું જ માધ્યમ આપ્યું છે,તે આજે મોડલિંગ દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહી છે,આજે તે પોતાના જીવનથી ખુબજ ખુશ છે,તેને જણાવ્યું કે હંમેશા પોતાના જીવનથી ખુશ રહો,ખબર નહિ ક્યારે તમારું જીવન બદલાઈ જાય,માટે એવું રાખો કે જે થયા છે એ સારા માટે થાય છે.