ગુજરાતનું એવું મંદીર કે જ્યાં કોઈ દેવી દેવતા ની નહીં પણ થાય છે ભૂત ની પૂજા, લોકો દૂર દૂરથી આવે છે ભૂત ની પૂજા કરવા…
ભારત દેશ આસ્થામાં માનનારો દેશ છે આજે પણ લોકો આસ્થા પાર ભરોસો કરી રહ્યા છે.પરંતુ કોઈપણ જગ્યાએ ભૂતનું નામ પડે છે તો તમે તે રસ્તા પરથી પસાર થતા સો વખત વિચાર કરશો.કારણ કે ભૂતથી ભલભલાને ડર લાગતો હોય છે.
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાથી 12 કિ.મીના અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે.આ મંદિર બાબરા ભૂતનું મંદિર છે જેને બાબરીયા વિરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિરના મહાત્મ્યની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો.આ વિસ્તારમાંથી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા,પરંતુ જે તે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા-અર્ચના કરી તેઓની વિધિ વિધાન પૂર્વકની આરાધના કરી હતી
પરંતુ અરવલ્લી જિલ્લાના લીંભોઇ ગામે આવેલા આ મંદિરમાં કોઈ દેવી દેવતા નહિ પરંતુ એક ભૂત બિરાજમાન છે.લોકો આજે પણ તેની પૂજા કરે છે.દૂર દૂરથી લોકો પોતાની માનતા પુરી કરવા માટે આવે છે.
એક ભાઈએ જણાવ્યું હતું કે તેમને ત્રણ ભાઈ વચ્ચે સાત દીકરીઓ હતી તેમના ઘરે એક દીકરાની ખોટ હતી તો તેમને સમાચાર મળતા તેમને આ મંદિરે આવીને માનતા રાખી હતી ત્યારે તેમને જે મુજબ કહેવામાં આવ્યું હતું તે મુજબ તેમને બંનેભાઈ ને દીકરા થયા હતા
તમને એવું લાગતું હશે કે ભૂતના મંદિરમાં જતા ડર નહિ લાગતો હોય પરંતુ તે મંદિરમાં અનેક લોકો પૂજા અર્ચના કરતા હોય છે.સ્થાનિક લોકોએ તે મંદિર વિષે જણાવતા કહ્યું હતું કે વર્ષો પહેલા ત્યાં સાગના ઝાડ નીચે બાબરાભૂતનો વાસો હતો.
તે જગ્યાએ પસાર થતા ખેડૂતો ધોરા દિવસે ડરતા હતા ત્યારે સ્થાનિક લોકોએ તે વખતે ઝાડ નીચે બાબરાભૂતની પૂજા અર્ચના કરી આરાધના કરી હતી.ત્યારબાદ બાબરાભૂતનું નાનું મંદિર બનાવી એવો સંકલ્પ કર્યો.
કે તેમના ખેતરમાંથી જે પાક થાય તેમાંથી મુઠી ભરીને બાબરાભૂતને ચડાવામાં આવશે.ત્યારબાદ જ પાક ઘરે લઈ જવો ત્યારથી આ પરંપરા ચાલુ છે અત્યારે પણ ખેડૂતો પાકનો ભોગ મંદિરે ચડાવે છે.જેમને સુખડી શ્રીફળ અને સિગારેટ પણ ચડાવામાં આવે છે.