ખેડૂત પુત્રએ ગરમી થી બચવા ઝાડ પર બનાવી દીધી AC જેવી ઠંડક આપતી ઝૂંપડી,લોકો કરે વખાણ…
ગરમીના સમયે રણ વિસ્તારમાં પારો 45 થી 48 ડિગ્રી વચ્ચે કે તેની પાર જતો હોય છે.આ ગરમીથી પોતાને બચાવવા લોકો વિવિધ ઉપાયો અને જુગાડ અપનાવતા હોય છે.આવો જ એક જુગાડ મહાબારના રતન સિંહ રાજપુરોહિતે કર્યો છે.રતન સિંહે પોતાના ખેતરમાં વૃક્ષ પર જ ઝૂંપડી બનાવી છે.બાડમેર-જેસલમેરમાં મે-જૂનમાં ગરમી પીક પર હોય છે.
આ સમયે ગરમીથી રાહત મેળવવા દિવસના સમયે ઉપરાંત ઘણીવાર રાતે પણ તે આ ઝૂંપડીમાં જ રોકાય છે.રતનસિંહે ગૂગલ અને યુટ્યૂબ પર માહિતી મેળવી 2 મહિના અગાઉ આ ઝૂંપડી બનાવી હતી.
સરહદી જીલ્લા બાડમેરમાં મે-જૂનમાં તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચે છે.રતન સિંહે જણાવ્યું કે,ભયંકર ગરમીમાં પણ આ ઝૂંપડીમાં બેસવા પર ના તો પંખાની જરૂર પડે છે ના તો કૂલરની.આ ઝૂંપડીમાં આરામથી 6 લોકો બેસી શકે છે અને 3 લોકો સુઈ શકે છે.ઝૂંપડી સુધી પહોંચવા માટે સીઢીઓ પણ બનાવવામાં આવી છે.
રતન સિંહે કહ્યું કે,ગૂગલ પર ગરમીથી બચવાના ઉપાયો શોધતા સમયે જ મને વૃક્ષ પર ઝૂંપડી બનેલી જોવા મળી.મે વિચાર્યું કે આવી ઝૂંપડી મારા ખેતરમાં કેમ ના બનાવી શકાય.મે 3 મહિના અગાઉ વૃક્ષ પર ઝૂંપડી બનાવી.જેમાં 6 લોકો સાથે બેસી અને જમી શકે છે.વધારે ગરમી હોય ત્યારે હું આ ઝૂંપડીમાં જ સુઈ જાઉં છું.મારા સાથીઓ આવે ત્યારે અમે આ ઝૂંપડીમાં જ બેસીને વાતો કરીએ છીએ.
રતન સિંહે કહ્યું કે,આ ઝૂંપડીને 2 લોકોએ મળીને 15 દિવસમાં તૈયાર કરી હતી.આ ઝૂંપડીમાં લાકડી અને લોખંડનો ઉપયોગ કરાયો છે.તેની પાછળ 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.આ ઝૂંપડી જમીનથી ઉપર હોવાને કારણે જમીનમાંથી નીકળતી ગરમીનો વધુ અનુભવ થતો નથી.અહીં ગરમીથી રાહત મળે છે.