પત્નીને પતિએ આપી એવી ગીફ્ટ કે પત્ની થઈ ગઈ ઈમોશનલ અને ભાવુક, બાદ માં થયું એવું કે લોકો જોતાં રહી ગયા..

સામાન્ય રીતે પત્નીને ગિફ્ટ આપવાની વાત આવે એટલે પત્નીની પસંદનો ડ્રેસ,સાડી,મોબાઈલ ફોન,ડાયમંડ રીંગ કે પછી મેકઅપ કીટ જેવી વસ્તુઓ આપણી નજર સમક્ષ આવી જાય છે અને મોટાભાગના પતિ પોતાની પત્નીને આવી જ કોઈ ગિફ્ટ આપતા પણ જોઈએ છીએ.પરંતુ તાજેતરમાં જ એક પતિએ પોતાની પત્નીને એવી ગિફ્ટ આપી દીધી હતી કે,તે ગિફ્ટ જોઈને પત્ની થોડાક સમય માટે તો માની જ શકી નહી.ઉપરાંત પત્ની પોતાની ગિફ્ટ જોઈને એટલી બધી ભાવુક થઈ જાય છે કે,રડવા લાગે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો આઈટી પ્રોફેશનલ રોહિત ગ્રોવર દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે,રોહિત ગ્રોવર પોતાની પત્ની શિલ્પાને એવી ગિફ્ટ આપે છે કે,તે ગિફ્ટ જોઈને પત્ની ભાવુક થઈ ગઈ હતી.રોહિત ગ્રોવરએ પોતાની પત્ની શિલ્પાને ચીલાચાલુ આઈડિયાથી અલગ રોયલ એનફિલ્ડ બુલેટ 350 બાઈક ગિફ્ટમાં આપ્યું હતું.

રોહિત ગ્રોવર સૌથી પહેલા પોતાની પત્ની શિલ્પાને ગિફ્ટ આપવા માટે ઘરની બહાર લાવે છે ત્યારે શિલ્પાને પાર્કિંગમાં મુકવામાં આવેલ બુલેટ બતાવે છે.પહેલા તો શિલ્પાને બાઈક જોઈને એવું લાગે છે કે,તેના પતિ રોહિત પોતાની માટે બાઈક લાવ્યા હશે.પરંતુ જયારે રોહિત ગ્રોવર રોયલ એનફિલ્ડ બુલેટ 350 ની ચાવી શિલ્પાની સામે લંબાવીને કહે છે કે,આ તારા માટે છે.તે સમયે થોડીક વાર માટે તો શિલ્પાને વિશ્વાસ થતો નથી.ત્યાર બાદ શિલ્પાની ખુશીનો પાર નથી રહેતો અને રડી પડી હતી.શિલ્પાનું એવું સપનું હતું કે,તે એક દિવસ પોતાના માટે બાઈક ખરીદે અને શિલ્પાનું આ સપનું તેના પતિ રોહન ગ્રોવરએ પૂરું કરી દીધુ.

શિલ્પા પોતાની આ ગિફ્ટથી ખુશ થઈ જાય છે ત્યાર બાદ શિલ્પા બુલેટ પર સવાર થઈને સોસાયટીમાં ચક્કર લગાવ્યા હતા.જયારે શિલ્પા સોસાયટીમાં બુલેટ પર બેસીને ચક્કર લગાવી રહી હતી તે સમયે તેના ચહેરા પર જે આત્મવિશ્વાસ અને ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા હતા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોહિત ગ્રોવર દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો પર યુઝર્સ ખુબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે.જયારે કેટલાક યુઝર્સ રોહિત ગ્રોવરની આધુનિક વિચારસરણીની પ્રસંશા પણ કરી રહ્યા છે.

ત્યાં જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ શિલ્પાને નસીબદાર ગણાવી રહ્યા છે કે,શિલ્પાને આટલું ધ્યાન રાખનાર પતિ મળ્યો છે.જયારે એક યુઝર લખે છે કે,‘પતિ- પત્નીની જોડીને કોઈની નજર લાગે નહી.બંને આવી જ રીતે આજીવન ખુશ રહે.’

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »