ગુજરાત ના એક એવા સાધુ જે 70 વર્ષથી મોંઢામાં અન્ન નો દાણો પણ નથી નાંખ્યો કે નથી પીધું પાણી, જ્યાં સુધી જીવિત રહ્યાં ત્યાં સુધી રહ્યાં ભૂખ્યાં,જાણો ચમત્કારિક સાધુનો ઇતિહાસ…
ગુજરાતમાં રહેતા પ્રહલાદ માતાજી નામના સાધનો દાવો છે કે તેમણે 1940થી ન તો કંઈ ખાધું છે કે ન તો ન પીધું છે.2010માં તેના પર 3 કેમેરા લગાવવામાં આવ્યા હતા અને 24 કલાક દેખરેખ રાખવામાં આવી હતી.પરંતુ તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.આ કારણે ઘણા લોકો એવું માનવા લાગ્યા કે તેઓ માત્ર ઓક્સિજન અને પ્રકાશથી જ જીવે છે.
વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું.જોકે,વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા.માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું.તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા.તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું.લોકો તેને ચમત્કાર કહેતા હતા.ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી.2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.
પ્રહલાદ જાની એક ભારતીય સાધુ છે જે હવે દાવો કરે છે કે તેમણે છેલ્લા 70 વર્ષથી એટલે કે 1940 થી કંઈપણ ખાધું કે પીધું નથી.તે દરરોજ સવારે 4 વાગ્યાથી જાગીને ધ્યાન કરે છે અને તેને ધ્યાન કરવાથી જીવવાની ઉર્જા પણ મળે છે.
પ્રહલાદ જાનીના આ દાવા બાદ તેમના પર બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.પ્રથમ ટેસ્ટ 2003માં અને બીજી ટેસ્ટ 2010માં કરવામાં આવી હતી.આ સમય દરમિયાન,તેમને તમામ પ્રકારની સુવિધાઓ અથવા ખોરાકની જરૂરિયાતો આપવામાં આવી ન હતી.
સાધુને 10 દિવસ સુધી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યો હતો અને તેની જાણ કરવામાં આવી ન હતી.આ દરમિયાન તેમના શરીરમાં કોઈ ફેરફાર કે બગાડ જોવા મળ્યો ન હતો.
પરંતુ તેના શરીરને જોઈને સંશોધન ટીમ મૂંઝવણમાં છે કે કોઈ વ્યક્તિ ખાધા-પીધા વગર કેવી રીતે જીવિત છે અને તેના શરીરના તમામ અંગો કેવી રીતે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.