એવું મંદીર કે જ્યાં જઈને પુરુષો પોતાનું રૂપ બદલીને કરે છે પૂજા,જાણો આ રહસ્મય કહાની….

આપણા ભારત દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિર છે,જે પોતાની વિશેષતાઓ અને માન્યતાઓ માટે ઓળખવામાં આવે છે.આ મંદિરોમાં પૂજા કરાવવાની વિધિ અને આ મંદિરોના અનુશાસન પણ અલગ અલગ જોવા મળે છે.પરંતુ શું તમે એવા કોઈ મંદિર વિશે સાંભળ્યું છે કે જેમાં પૂજા કરવા માટે જવું હોય તો તમારે પોતાની જાતને બદલવી પડે છે.

અમારા કહેવાનો મતલબ છે કે તમારે પુરુષમાંથી મહિલાનું રૂપ લેવું પડે. આપણા હિન્દુ દેવી-દેવતાઓના મંદિરમાં સ્ત્રીઓ સાથે જોડાયેલા અમુક નિયમ અને કાયદા શરૂઆતથી જ લાગુ છે. જેમ કે માસિક ધર્મમાં હોવાને કારણે સ્ત્રીઓ મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી.

આજે અમે તમને અમારા આર્ટીકલના માધ્યમથી એક એવા મંદિર વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ,જે મંદિરની અંદર પુરુષોનું જવું અને ત્યાં પૂજા કરવા પર બિલકુલ મનાઈ છે.પરંતુ જો તમે પૂજા કરવા માંગો છો તો તમારે પુરુષમાંથી મહિલાનું રૂપ ધારણ કરવું પડશે.

મંદિરમાં પ્રવેશ કરવા હેતુ સ્ત્રીઓનો વેશ ધારણ કરવો જરૂરી આ મંદિરના નિયમ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આખરે આ કેવા નિયમ છે,જેના માટે પુરુષ અને સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે છે.હકીકતમાં દક્ષિણ ભારતમાં એક એવું મંદિર સ્થિત છે,જ્યાં સ્ત્રીઓના રૂપમાં જ પૂજા અર્ચના કરવામાં આવે છે.કેરળના કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિર માં થતા વિશેષ ત્યોહારમાં એવું માનવામાં આવે છે કે જો પુરુષ પોતાના સાચા દિલથી દેવી માતાની પૂજા-અર્ચના કરે છે,તો તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે.પરંતુ તેનો પણ એક નિયમ છે કે તેના માટે પુરુષે સ્ત્રીઓનું રૂપ લેવું પડે છે.આ મંદિર સમગ્ર દેશમાં આ કારણને લીધે પણ પ્રસિદ્ધ છે.આ મંદિરની પ્રથા છે કે મંદિરની અંદર પૂજા કરવા માટે ત્યાં ફક્ત સ્ત્રીઓ જ પ્રવેશ કરી શકે છે અને પુરુષોને પ્રવેશ કરવા માટે શરત રાખવામાં આવી છે કે તેમણે સ્ત્રીઓનું રૂપ લીધા બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

પુરુષો સ્ત્રીઓની જેમ સોળ શૃંગાર કરે છે આ મંદિરની અંદર દર વર્ષે ચામ્યાવિલક્કુ તહેવાર મનાવવામાં આવે છે.જેમાં દેવી માતાની પૂજા કરવા માટે પુરુષ પણ આવે છે.કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિર માં પુરૂષો માટે એક અલગ સ્થાન પણ છે,જ્યાં દરેક પુરુષ પોતાના કપડાં બદલે છે અને પોતાનો શૃંગાર કરે છે.અહીંયા પર તેના માટે બધી વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે પુરુષ મંદિરમાં પ્રવેશ કરવા માટે આવે છે તો તેને સૌથી પહેલા સાડી અને આભૂષણો જ નહીં, પરંતુ સમગ્ર સોળ શૃંગાર કરવો આવશ્યક છે.આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં પુરુષ મંદિરમાં પ્રવેશ કરવા માટે ખૂબ જ મોટી માત્રામાં આવે છે અને મોટી સંખ્યામાં આ વિશેષ પૂજામાં ભાગ પણ લે છે.અહીંયા આવનાર પુરુષો પોતાના વાળમાં ગજરો,લિપસ્ટિક અને સાડી સાથે સાથે બધો મેકઅપ કરે છે,ત્યારે જ તેમને મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવે છે.

આ મંદિરના વિષયમાં પૌરાણિક માન્યતા અનુસાર અમુક ચરવાહાએ આ મૂર્તિને જ્યારે પહેલી વખત જોઈ હતી,ત્યારે તેમણે સ્ત્રીઓના કપડાં પહેરીને પથ્થર પર ફૂલ અર્પિત કર્યા હતા,જેને કારણે અહીં એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ જગ્યાને મંદિરનું રૂપ આપી દેવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અમુક વ્યક્તિ પથ્થર પર નાળિયેર તોડી રહ્યા હતા તે દરમિયાન પથ્થરથી લોહી નીકળવા લાગ્યું. ત્યારબાદ અહીંયા પૂજા થવા લાગી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »