ગુજરાતની એક એવી મહિલા કે જેણે અન્ય મહિલાઓને ન્યુઝ પેપરમાંથી પેપર બેગ બનાવાનું શીખવાડીને તેના વેચાણ સુધીની કામગીરીમાં કરી મદદ
વડોદરા શહેરની ૧૮ વર્ષની દીકરી યુક્તિ મોદી સોશિયલ વર્ક ઓફ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના બેચલરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતાના પ્રોજેકટ માટે આપેલા કામને જ જીવન મંત્ર બનાવી દઇને સ્લમ વિસ્તારની મહિલાઓને પગભર કરવાનું કામ કર્યું છે.
આટલી નાની ઉંમરે સમાજ સેવા કરવાના ભાગ રૂપે તે ૪૫ બહેનોને પેપર બેગ્સ છેલ્લા ૨ વર્ષથી શીખવાડી રોજગારી પુરી પાડી રહી છે.પેપર બેગ્સ બનાવવા માટે જોઈતો બધો સામાન પોતે આપે છે.તેમજ બેગ્સના બધાજ રૂપિયા બહેનોને આપવામાં આવે છે.આ રીતે સમાજ સેવા ની સાથે બહેનોને પગભર કરવામાં આવે છે.તેમજ જરૃરિયાતમંદોને જમવાનું બાળકો ને સ્ટેશનરી તેમજ કપડાં પણ આપવામાં આવે છે. આ સાથે તેની આ કામ ને બિરદાવા શહેર માં થી ચાલુ વર્ષે ૫ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
સ્લમ વિસ્તારની મહિલાઓને ન્યુઝ પેપરમાંથી પેપર બેગ બનાવાનું શીખવાડીને તેના વેચાણ સુધીની કામગીરીમાં મદદ કરી છે.અત્યાર સુધીમાં ૧૦ હજાર જેટલી પેપર બેગ બનાવામાં આવી છે.
રૂા.૨ થી રૂા.૫ સુધીની પેપર બેગ વેચાણ કરવા જતા પહેલા દુકાનદારોને સેમ્પલના ભાગ રૂપે થોડી બેગ ફ્રીમાં વાપરવા આપવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઓર્ડર લેવાય છે.તમામ મટિરિયલ વિદ્યાર્થીની દ્વારા જ પૂરું પાડવામાં આવે છે.ન્યુઝ પેપરના કાગળમાંથી તૈયાર થતી પેપર બેગ ૨ રૂપિયાની કિંમતથી લઇને ૫ રૂપિયાની કિંમતની હોય છે.તેના વેચાણ થકી જે પણ રકમ ઉપજે છે. તે મહિલાઓને આપવામાં આવે છે.
લેક્ચરરે કરી હતી મદદ છેલ્લા એક વર્ષના સમય ગાળાથી સ્લમની મહિલાઓ પેપર બેગ બનાવી રહી છે અને તેના માટે હાલમાં સ્લમ વિસ્તારની ૧૫ જેટલી બહેનો જોડાયેલી છે. પેપર બેગના વેચાણ થકી ૩૦ હજાર રૂપિયા કરતા વધારે કમાણી થઇ છે.બેચલરના પ્રથમ વર્ષમાં રૂરલ અને અર્બન એરીયાના ફિલ્ડ વર્ક માટે વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. જેમાં સ્લમ એરિયામાં ફિલ્ડ વર્કની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓએ પેપર બેગનો પ્રોજેકટ હાથ ધર્યો હતો.
લેકચરર અવની વાઘેલાના માર્ગદર્શનમાં પ્રોજેકટ કરવામાં આવ્યો હતો.પ્રોજેકટ પૂર્ણ થયા પછી પણ યુક્તિએ મહિલાઓને પગભર કરવા માટે પોતાની જાતે પ્રોજેકટને આગળ ધપાવ્યો હતો.યુક્તિએ જણાવ્યું હતું કે જયારે સ્લમની મહિલાઓને આ અંગે વાત કરી હતી ત્યારે તેઓ ખચકાયા હતાં.પંરતુ ધીમે ધીમે તૈયાર થયા હતાં અને પેપર બેગ્સ બનાવાની શરૂઆત થઇ હતી.