વ્યારા ની મજૂરી કરીને પેટ ભરતી મહિલા એ કર્યું એવું કામ કે, આજે કમાય છે મહીને આટલાં રૂપિયા…..
કોઈ પણ વ્યકતિ પોતાની મહેનત અને બુદ્ધિથી કોઈપણ મુકામ હાસિલ કરી શકે છે.પછી તે વ્યકતિ શહેરનો હોય ગામડાનો હોય તેનાથી કઈ જ ખબર ફરક નથી પડતો.આજે અમે તમને એક એવી જ સાહસિક મહિલા વિષે જણાવીશું કે આજે હજારો લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
ઇન્દુબેન હવે તેમના ઘર અને આસપાસના ગામોમાંથી ઔષધિઓ લાવીને હેર ઓઇલ તૈયાર કરે છે,જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તેમને જરૂરી માર્ગદર્શન આપે છે.
દ્રઢ ઈચ્છા શક્તિ અને કંઈક કરી છૂટવાનું મનોબળ હોય તો વ્યક્તિ કઇપણ કામ પાર પાડી શકે છે.તાપી જિલ્લાની એક આદિવાસી મહિલા માં પણ આવુ મનોબળ જોવા મળ્યુ. તાપીના આદિવાસી મહિલાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં તાલીમ મેળવીને આયુર્વેદિક પદ્ધતિથી હેર ઓઇલ તૈયાર કરી આજે વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની પોતાનું અને તેના પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે.
વ્યારાના કપુરા ગામે રહેતા આદિવાસી મહિલા ઇન્દુબેન ગામીત મૂળ ખેતી સાથે સંકળાયેલા છે,પરંતુ વારસાઈમાં તેમની જમીન નામ માત્ર હોવાથી તે માંડ માંડ પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવતા હતા.પરંતુ આ વાત ભૂતકાળ બની ગઈ છે,હવે ઇન્દુબેન સ્વમાનભેર જીવી રહ્યા છે, તેમણે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આયુર્વેદિક હેર ઓઇલ બનાવાની તાલીમ લીધી હતી અને તેઓ હવે જાતે 21 જેટલી વીવિધ ઔષધિઓથી તૈયાર કરેલુ હેર ઓઇલ બનાવે છે.જેની માગ હવે વિદેશોમાં પણ થઇ રહી છે.
વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ મેળવ્યા બાદ ઇન્દુબેનમાં હવે ઔષધિમાંથી તેલ બનાવવાની આવડત આવી ગઇ છે.ઇન્દુબેન હવે તેમના ઘર અને આસપાસના ગામોમાંથી ઔષધિઓ લાવીને હેર ઓઇલ તૈયાર કરે છે,જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તેમને જરૂરી માર્ગદર્શન આપે છે.એટલુ જ નહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ તેમને આ હેર ઓઇલ વેચવા માટે મદદરૂપ થઇ રહ્યા છે. સાથે આ મહિલાની પ્રગતિ જોઈ અન્ય 78 જેટલી મહિલાઓ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ લઈ તેઓ પણ પગભર થઈ રહી છે.
આ મહિલાનું નામ ઇન્દુબેન છે અને તે તાપી જિલ્લાના કપુરાગામમાં રહે છે.ગામડામાં રહેતા ઇન્દુબેન આજે અમે બિઝનેસ વુમન બની ગયા છે.તે ઘરે આયુર્વેદિક હેર ઓઇલ વેચીને સારી એવી કમાણી કરી રહયા છે.
ઇન્દુબેને જણાવ્યું કે તે પહેલા લોકોના ખેતરોમાં મજૂરી કરવા માટે જતા હતા.ત્યાં આખો દિવસ કાલી મજૂરી કરીને કઈ હાથમાં આવતું નહતું.તે કમાણી માંથી માંડ માંડ તેમનું પૂરું થયું હતું.
એ દિવસ તેમની મુલાકાત કૃષિ અધિકારી સાથે થઇ અને તેમને ઇન્દુબેનને આયુર્વેદિક હેર ઓઇલ બનાવવાનું કહ્યું કારણ કે તેમના ઘરની આજુ બાજુ ઘણી ઐષધીઓ એમજ ઉગી હતી તો તેમેં જણાવ્યું કે તે હેર ઓઇલ વેચીને મહિને હજારો રૂપિયાની કમાણી કરી શકે છે.
તાલીમ લીધા પછી ઇન્દુ બેને ઘરે જ ચૂલા પર આયુર્વેદિક હેર ઓઇલ બનાવવાનું શરૂ કર્યું.જેનાથી તે સારી એવી કમાણી કરે છે.તેમના હાથે બનાવેલું હેર ઓઇલ આખા ગુજરાતમાં વેચાય છે અને તેનાથી તે મહિને ૨૦ હજાર જેટલી કમાણી કરે છે, આજે ઇન્દુ બેને પોતાની મહેનતથી પોતાનું નસીબ બદલી નાખ્યું.જો વ્યકતિમાં કઈ કરવાની હિંમત હોય તો તે જરૂરથી સફળ થાય છે.