રિષભ પંત ને સફળ સર્જરી બાદ યાદ આવ્યા તેમને મદદ કરનાર બે દેવદૂતના ચહેરા તો તેમની માટે કર્યું આવું કે…
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેસ્ટમેન રિષભ પંતને ગત ૩૦ ડિસેમ્બરના રોજ કર અકસ્માત થયો હતો.જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.અકસ્માત બાદ પંતની સારવાર પહેલા દેહરાદૂરની મેક્સ હોસ્પિટલમાં કરાઈ બાદમાં તેમને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.હાલ તે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ગયા મહિને દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જતી વખતે તે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો.હવે તેમના વિશે એક મોટી માહિતી સામે આવી રહી છે.
પંતની પહેલી સર્જરી કોકિલાબેન હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા કરવામાં આવી છે પરંતુ અકસ્માત બાદ તેમને ટ્વિટ કરીને શુભચિંતકોને આભાર માન્યો છે.પંતે ટ્વિટરના માધ્યમથી ખાસ કરીને તે બે લોકોનો ઉલ્લેખ કર્યો
જેમને અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં ખૂબ મદદ કરી હતી.પંતએ ફોટા શેર કરીને લખ્યું કે બની શકે કે હું વ્યક્તિગત રૂપથી તમામનો આભાર વ્યક્ત ન કરી શકું પરંતુ હું આ બે હીરો રજત કુમાર અને નીશું કુમારનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.
જેમને અકસ્માતમાં મારી મદદ કરી અને હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી શકું તે સુનિશ્ચિત કર્યું ધન્યવાદ.હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.આ પહેલા તેમને બે ટ્વિટ કર્યા હતા જેમાં એક ટ્વિટમાં તેમને લખ્યું હતું કે હું સપોર્ટ અને શુભકામનાઓ માટે ખૂબ જ વિનમ્ર અનુભવી રહ્યો છું.
જેમને BCCI નો પણ આભાર માન્યો હતો જે રિષભ પંત ભારતની ટીમ માટે ખુબજ સારું એવું પ્રદર્શન આપી રહ્યા છે આજે તેમના અનેક ચાહકો તેમના અકસ્માતની વાત જાણીને ખુબજ દુઃખી થયા હતા.પંતને બે યુવાનોએ સળગતી કાર માંથી બહાર કાઢ્યો હતો અને તેમનો સામાન પણ પોલીસને આપ્યો હતો.