શું તમે પણ પેટના ગેસની સમસ્યાથી થઈ ગયા છો પરેશાન,તો જાણી લો તેના લક્ષણ,કારણ

જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણું શરીર ખોરાકને ઉર્જામાં રૂપાંતર કરે છે.ત્યારે પેટમાં અને આંતરડામાં ગેસ ઉત્પન્ન થાય છે અને તેને વાયુ તરીકે ઓળખાય છે.ઘણીવાર અપાનવાયુ દ્વારા બહાર નીકળી જાય છે.અને ઘણી વખત ગેસ ઓડકાર કે અપાનવાયુ આ બહાર ન નીકળી શકે ત્યારે પેટમાં ખૂબ જ દુખાવો થાય છે.તો ચાલો આજે આપણે ગેસ થવાના મુખ્ય કારણો વિશે જાણીશું.

ગેસ થવાના મુખ્ય કારણ માં ઘણીવાર ખાવાનું બરાબર પચી શકતું નથી.અને પેટમાં ગેસ થવાની સંભાવના વધી જાય છે.આ ઉપરાંત ઘણી વખત પાચનતંત્ર કામ નથી કરતા તો તેના કારણે ભોજન પચવામાં ભાર લાગે છે.અને પેટમાં ગેસ થઈ જાય છે.ઘણી વખત મસાલેદાર ખાવાનું ખાવાથી પણ પેટમાં ગેસ થઈ શકે છે.આ ઉપરાંત વધતી ઉંમરે પણ ગેસ થવાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

આ ઉપરાંત ઘણી વાર આપણે જો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બન્યું હોય તો વધારે પડતું ખાઈ લઈએ છીએ.જેના કારણે પાચનતંત્ર તેનું પાચન કરી શકતું નથી,અને પેટમાં ગેસ થવાની તકલીફ ઉભી થઇ છે.ઘણી વખત જમવાની વધારે ઉતાવળ હોય અને ફટાફટ જમી લઈએ છીએ એટલે વધુ પડતું ખાવાથી આ ઉપરાંત ચાવ્યા વિના જેવુંતેવું ખાઈ લેવાથી પણ ગેસ થઈ શકે છે.

જે લોકો વાલ,વટાણા,પાપડી,ચણા,ગુવાર,મગફળી,મકાઈ, બટાટા,શક્કરીયા,ચોળા વગેરે જેવા વાયુકારક ખોરાકનો વધારે પડતો ઉપયોગ કરે છે.તે લોકોને પણ ગેસ થવાની સંભાવના વધી જાય છે.આ ઉપરાંત જે લોકો ગાંઠિયા,સેન્ડવીચ,પાઉં,બ્રેડ જેવા બજારુ ખાદ્ય ખાય છે તે લોકોને પણ ગેસ થવાની સમસ્યા વધી શકે છે.આ ઉપરાંત ગેસ થવાના બીજા અનેક લક્ષણો છે ઘણી વખત ગુદાના સ્થાને ખૂબ જ વેદના થાય છે.અને ગુદાના સ્થાને ખૂબ જ અત્યંત ખંજવાળ આવે છે.આ ઉપરાંત વાયુથી પગ સ્થિર થઈ જાય છે.અને વાયુ વધારે થઇ જાય તો પગમાં રસી થઈ શકે છે.

વધારે પડતો ગેસ થવાને કારણે ગોઠણ સુધી અકડાઈ જાય છે.અને ઘૂંટણ નિષ્ક્રિય થવાની સંભાવના પણ વધી જાય છે. આ ઉપરાંત પેટમા દુખાવો થાય છે.જીભ જડ બની જાય છે. અને ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ થાય છે.અને મૂત્રાશયમાં તકલીફ થાય છે.ઘણી વખત ચાલતા ચાલતા પણ પગમાં ખાલી આવી જાય છે.વાયુ કમરના નીચેના ભાગમાં જઈને મોટી શિલાઓ અને નબળી પાડે છે.અને પગને લબડાવી દે છે.

વાયુથી ભય પેદા થાય છે.વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે.મોઢામાં સ્વાદ પણ ઓછો આવે છે.ઘણી વખત કાને બહેરાશ પણ આવી શકે છે.વાયુ થી ચામડી ની શક્તિ નાશ પામે છે.એટલે જ્યારે કોઈ પણ અડે છે ત્યારે ઓછી ખબર પડે છે.વાયુથી સુગંધ-દુર્ગંધ નો ખ્યાલ પણ નથી આવતો. વાયુથી પરસેવો ઓછો થાય છે.વાયુ ગર્ભાશયમાં જઈને બાળકને ને વિકૃત બનાવે છે,જેના કારણે બાળકની ઊંચાઇ વધી શકતી નથી.આ ઉપરાંત વાયુ થવાને કારણે છાતીમાં અત્યંત દુખાવો થાય છે.આ ઉપરાંત પેટમાં પણ દુખાવો થાય છે.શરીર જડ થઈ જાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »