લગ્ન સમયે પંડિતજીએ વરરાજાને એવાં સોંગંધ લેવડાવ્યા કે સાંભળીને લોકો થયા બેભાન, જૂઓ વિડિયો…
ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી હોય સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નના વિડીયોનું ઘોડાપૂર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.રોજેરોજ એક પછી એક એવા એવા વિડિયો વાયરલ થાય કે લોકોને પેટ પકડીને હસવું પડતું હોય છે.
લગ્ન પ્રસંગ દરમિયાન પંડિતજી દ્વારા અનેક વિધિઓ કરાવવામાં આવતી હોય છે અને વિધિઓ કરાવતા સમયે અમુક પંડિત વરરાજા અને કન્યાની સોગંદ પણ લેવડાવતા હોય છે.
ત્યારે અમુક પંડિત પણ રમુજી હોય છે અને એવા એવા સોગંદ લેવડાવતા હોય છે કે જેને સાંભળીને લોકો પણ હસી પડતા હોય છે.એવો જ એક વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં વાત કરવામાં આવે તો કન્યા અને વરરાજા લગ્ન મંડપમાં બેસેલા છે.આજુબાજુમાં પરિવારના સભ્યો પણ હાજર છે.એવામાં પંડિતજી વરરાજા ને રમૂજી મૂડ માં એવા સોગંધ લેવરાવે જે સાંભળીને તમે પણ ચકિત રહી જશો.
આમાં પંડિત જી વરરાજા ને કહે છે કે,‘બગીચામાં,મેળામાં તમે મારા કરતાં વધુ સુંદર કોઈ અન્ય છોકરી અથવા અન્ય સ્ત્રીને જોશો,જો તમે તમારું મન વિચલિત કરશો તો હું તમારી અર્ધાંગની નહીં બની શકું.’તે પછી કન્યા પોતે હસવાનું રોકી શકતી નથી.અહીં વરરાજા પણ તરત જ હા પાડી દે છે.આ પછી જે પણ ફ્રેમમાં જોવા મળે છે તે પણ ખૂબ જ ફની છે.
View this post on Instagram
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે. તેને _malikrohit નામના હેન્ડલ દ્વારા પણ શેર કરવામાં આવ્યું છે.વીડિયોને અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.આ વિડીયો જોઈ લોકો પ્રતિક્રિયાઓ આપતા કહે છે કે વરરાજા બિચારો ફસાઈ ગયો.તો અન્ય લોકો કહે છે કે આવા પંડિત જી તો પહેલીવાર જોયા.આમ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.