પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે સમર્થન પૂરું પાડ્યું
પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સિહોર તાલુકા નિવૃત કર્મચારી મંડળે સમર્થન પૂરું પાડ્યું
નેકનામદાર અને પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અખંડ ભારતમાં પ્રજાહિત માટે પોતાના રાજ્યની સૌપ્રથમ આહુતિ આપી હતી અને એવા તો ઘણા પ્રજાહિતના કાર્યો ભારતના ઇતિહાસમાં નોંધાયેલા છે તે માટે તેમને ભારત સરકાર તરફથી ભારત રત્ન મળે એવી માંગ અને સકારાત્મક ઝૂંબેશ લઈને નીકળેલા ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયાને સાધુ-સંતો, રાજકીય લોકો, પ્રતિષ્ઠા લોકો, સામાજિક સંગઠનનો સહકાર અને સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે સિહોર તાલુકા નિવૃત્તિ કર્મચારી મંડળ તરફથી ઉષ્માભયું સમર્થન આપવામાં આવ્યું.અને સિહોર તાલુકા નિવૃત્તિ કર્મચારી મંડળના પ્રમુખ ખેંગારસિંહ ગોહિલે જણાવ્યું
કે “મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે વાત કરીએ તો સાગરને ગાગરમાં ભરવા જેવી વાત છે, અને મહારાજાના ત્યાગ અને બલિદાન બાબતે ભવિષ્યમાં કોઈ આવી મહાન ભાવના દર્શાવશે કે કેમ? તે પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે. અને આ માંગ યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સમયની માંગ છે અને મંડળ તરફથી પીએમ નરેન્દ્રભાઈ મોદીને પત્ર પણ મોકલી આપવામાં આવશે. જે બાબતે સરકાર યથા યોગ્ય કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.” તેમજ આ સમર્થનમાં ભુપેન્દ્રસિંહ વાળા, મહેશભાઈ જાની, હર્ષદભાઇ દવે, રામદેવસિંહ જાડેજા,ઘનશ્યામભાઈ ભટ્ટ, વગેરે હોદ્દેદારો હાજર રહી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સ્વીકારી હતી.