રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ યોજાયો
દર વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ૧૨મી જાન્યુઆરી થી ૨૩મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી સુધીના દિવસો દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશભરમાં કર્તવ્ય બોધ દિન (સંકલ્પ દિન)નો કાર્યક્રમ યોજવામાં આવે છે.જે અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા રઘુકુળ વિદ્યાધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાવનગર વિભાગના સહ કાર્યવાહ મહેશભાઈ વ્યાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી શિક્ષક તરીકે શિક્ષણ માટે સમાજ માટે શુ કર્તવ્ય હોવું જોઈએ તે બાબતે મહાપુરુષોના જીવન પ્રસંગો સાથે મનનીય પ્રવચન આપ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરીએ સંગઠનનો પરિચય અને સંગઠન દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી.
આ સંગઠન ફક્ત શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત માટેનું જ સંગઠન નથી ‘राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक, शिक्षक के हित में समाज’ આ ધ્યેય સુત્ર સાથે કામ કરતું રાષ્ટ્રવાદી સંગઠન છે.સહ નગર કાર્યવાહ અને સહ અભિયાન પ્રમુખ રામમંદિર નિર્માણના કિશોરસિંહ ઝાલા એ રામમંદિર નિધિ એકત્રીકરણ વિશે વાત કરી હતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર તાલુકા દ્વારા 3000 કેલેન્ડર દાતાના સહયોગ થી તૈયાર કરવામાં આવ્યા હતા તે કેલેન્ડર નું ઉપસ્થિત મહેમાન ઓના હસ્તે ભાવનગર જિલ્લા તથા મહાનગર તમામ પ્રાથમિક શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી કિરીટભાઇ મિસ્ત્રી ડી.ઈ.ઓ. એન.જી.વ્યાસ,ડી. પી.ઈ.ઓ કિશોરભાઈ મિયાણી ઈ.આઈ. પાંડેજી,રઘુકુળ વિદ્યાધામના ટ્રસ્ટી ચંદાજી, જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહીર,જિલ્લા સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ તેમજ જિલ્લાના જુદાજુદા તાલુકાના અધ્યક્ષ,મંત્રી તેમજ અન્ય સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોનો પરિચય જિલ્લા મંત્રી રાજેન્દ્રસિંહે આપ્યો હતો. કાર્યક્રમનુ સંચાલન શહેરના મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુએ કર્યું હતું.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેર દ્વારા સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જીવન-કવન આધારિત ધોરણ- ૩ થી ૫ અને ધોરણ-૬ થી ૮ વિભાગમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.દરેક શાળામાંથી વિભાગ વાઈઝ પસંદ થયેલા ચિત્રોમાંથી શહેર કક્ષાએ બંને વિભાગના શ્રેષ્ઠ ચિત્રો પસંદ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પસંદગી માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અશોકભાઈ કાલાણી, અશોકભાઈ પટેલ,શિતલબેન જાની,ધનજીભાઈ ભાલિયા, નયનભાઈ રાજ્યગુરુ એ પોતાની સેવા આપી હતી.
ચિત્ર સ્પર્ધાને તેમજ કર્તવ્ય બોધના કાર્યક્રમને સફળ બનાવવા સંગઠન મંત્રી પ્રવિણભાઇ ચુડાસમા,પ્રચાર મંત્રી ભરતભાઈ ભટ્ટ ,રામદેવસિંહ રાઠોડ અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા