જુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને બિરદાવામાં આવ્યું.

સિહોરના જુના જાળીયા ગોદડીયા આશ્રમ ખાતે પ.પૂ શ્રીમાનહરદાર બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક ભવ્ય સંતવાણી અને લોકડાયરો યોજાયો હતો જેમાં ભજનિક શૈલેષબાપુ બિરજુ બારોટ તેમજ લોકસાહિત્યકાર દેવરાજભાઈ બારોટ તેમજ સાધુ-સંતો અને સેવક સમુદાયની પ્રેરક ઉપસ્થિત રહી હતી.

લોકસાહિત્યકારશ્રી દેવરાજભાઈ ગઢવી દ્વારા મિશન ભારત રત્ન અભિયાનમાં ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું અને વધુમાં તેમણે જણાવ્યું કે ભારત રત્નના સાચા અધિકારી તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે.

અને અત્યારે દિલ્લીની ગાદી પર આવા માણસોને સમજી શકે તેવા લોકો બેઠા છે અને તેઓ આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામથી અજાણ ન હોય અને આ અભિયાનના વિચારને પણ આવકર્યો હતો અને અભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલીયાને પણ આ શુભ અભિયાન માટે શુભકામનાઓ આપી અને આ અભિયાનમાં જ્યાં પણ અમારા જેવા કલાકારોની જરૂર પડે ત્યાં અમે ઉભા રહીશું તેવું ખાસ જણાવ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »