તળાજાના ગઢુલા ગામે કલ હમારા યુવા સંગઠન નો નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…
કલ હમારા યુવા સંગઠન ના આગેવાનો ધરમશીભાઈ ધાપા અને કાર્યકરતાઓ નું સામૈયા સાથે કુમકુમ તિલક કરી ને ઉસ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ડીજે સાથે વાજતે ગાજતે ગામના પાદરથી કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવામાં આવ્યા
મોટી સંખ્યામાં ગામનાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા સાથે તળાજા તાલુકાના કાર્યકરતાઓ તેમજ મહુવા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા
આપણી સાથે થતાં સામાજિક શૈક્ષણિક રાજકીય અને આર્થિક અન્યાય દુર કરવા માટે સાશક સમાજનું નિર્માણ કરવું હક અધિકાર અને કાનુની લડત જેવી મહત્વની બાબતો અંગે માનનીય ધરમશીભાઈ ધાપા એ વાત કરી હતી
યુવાનો મા નેતૃત્વનું નિર્માણ કેવી રીતે કરવું અને અન્યાય અત્યાચાર શોષણ સામે કેવી રીતે ન્યાય મળે એ બાબતે વલ્લભભાઈ બારૈયા એ વાત કરી હતી ગઢુલા કલ હમારા યુવા સંગઠન ના ઉત્સાહિત યુવાનો એ સુંદર આયોજન કર્યું હતું અને કાર્યકમ ને સફળ બન્યો હતો