ખાતેથી ફાયર આર્મ્સ દેશી બનાવટની (અગ્નીશસ્ત્ર) જામગરી સાથે એક ઈસમને બોટાદ ખાતેથી ઝડપી પાડતી બોટાદ એસ. ઓ. જી. શાખા બોટાદ

ખાતેથી ફાયર આર્મ્સ દેશી બનાવટની (અગ્નીશસ્ત્ર) જામગરી સાથે એક ઈસમને બોટાદ ખાતેથી ઝડપી પાડતી બોટાદ એસ. ઓ. જી. શાખા બોટાદ

 

શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓની સુચના અનુસાર *શ્રી હર્ષદ મહેતા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, બોટાદ* નાઓએ બોટાદ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ. જે અનુસાંધાને પો.ઇન્સ. શ્રી એચ.આર.ગોસ્વામી, એસ.ઓ.જી. બોટાદનાઓના માર્ગદર્શન હેઠળ તા.૦૪/૧૨/૨૦૨૦ ના રોજ તથા એસ.ઓ.જી સ્ટાફ/પેરોલ ફર્લો પોલીસ સ્ટાફ કચેરીએ હાજર હતા તે દરમિયાન એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ *જયેશભાઈ ગભરુભાઈ ધાંધલ તથા પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા* નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ કે, બોટાદ પો.સ્ટે. તાબાના જોટીંગડા થી ભાંભણ જવાના કાચા માર્ગે એક ઈસમ દેશી હાથ બનાવટની જામગરી લઈ ઊભો છે તેવી બાતમી મળતા એસ. ઓ. જી. સ્ટાફ સાથે લઈ ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતાં મુળ વિરમગામનો રહેવાસી શૈલેશભાઈ રમેશભાઈ મેર, ઉ. વ. ૨૩, હાલ રહે, ઉગામેડી, તા.ગઢડા, જી, બોટાદ વાળો પોતાની પાસે દેશી હાથ બનાવટની જામગરી લઈ મળી આવતા બોટાદ પો. સ્ટે. ગુનો દાખલ કરાયેલ છે. આર્મ્સ એક્ટ મુબજનો ગુન્હો રજી કરાવેલ છે.

*આરોપીનુ નામ, સરનામું*

*(૧) શૈલેશભાઈ રમેશભાઈ મેર ઉ. વ. ૨૩ હાલ રહે, ઉગામેડી તા.ગઢડા જી, બોટાદ

 

*મુદ્દામાલની વિગત*

(૧) દેશી હાથ બનાવટની જામગરી નંગ-૦૧ કિ.રૂ. ૩૦૦૦/-

*આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ-*

 

*શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી* ભાવનગર વિભાગ, ભાવનગર તથા *શ્રી હર્ષદ મહેતા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,* બોટાદનાઓની સુચના મુજબ *પો.ઇન્સ.શ્રી એચ.આર.ગોસ્વામીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ ગોવિંદભાઇ કાળુભાઇ, પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ* તથા પેરોલ ફર્લો સ્કોડના *હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ* નાઓ કામગીરીમાં જોડાયેલ હતા.

*રિપોર્ટ લાલજીભાઈ સોલંકી બરવાળા*

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »