ધાનેરા પો.સ્ટે. વિસ્તાર માંથી વાહન ચોરીનો ભેદ ઉકેલી ચોરીની ઇકો સાથે એક ઇસમને જડપી પાડતી ધાનેરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ* સરહદી રેન્જ કચ્છ ભુજ તથા *શ્રી તરૂણ દુગ્ગલ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ* તથા *શ્રી પુજા યાદવ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ* નાઓના માર્ગદર્શન મુજબ મીલ્કત સંબંધી ગુના શોધી કાઢવા માટે સુચના કરેલ હોઇ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ એ.ડાભીનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ પો.સબ ઇન્સ .બી સી છત્રાલીયા ધાનેરા પોલીસ સ્ટેસન તથા અ.હેડ.કોન્સ ગોવિંદભાઇ અરજણભાઇ બ.નં.૧૧૬૮ તથા અ.પો.કોન્સ વિક્રમભાઇ પીરાભાઇ બ.નં.૧૮૧૦ તથા અ.પો.કોન્સ ભીખાભાઇ જીવરામભાઇ બ.નં.૧૨૩૯ ધાનેરા પોલીસ સ્ટેસન ના માણસો સાથે ધાનેરા પોસ્ટે વિસ્તારરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે ધાનેરા પોસ્ટેના અગ્રવાલ ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડીસા તરફ થી

આવતી એક સફેદ કલર ની ઇકો ગાડી ઉભી રખાવતા શક પડતા ચાલક વીક્રમકુમાર ગીરધારીલાલ જાતે પ્રજાપતી ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે કીલુપીયા તા.રાનીવાડા જી.જાલોર વાળા પાસે રહેલ ઇકો ગાડી નંબર GJ 27 AP 3728 ના સાધનીક કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા તેમજ ઇકો ગાડી બાબતે સંતોષકારક જવાબ આપતો ના હોઇ જેથી સદરહુ ઇકો ગાડી પ્રથમ દ્રષ્ટીએ ચોરેલાનુ શંકાસ્પતદ જણાતા જેને ઇ-ગુજકોપ એપમાં વાહનનો નંબર નાખી જોતા જેમાં વાહન માલીકનું નામ નરેશભાઇ કાનજીભાઇ પટેલ રહે ૭૪૦ જી.એચ.બી. નવા બાપુનગર અમદાવાદ ૩૮૦૦૧૬નુ નામ સારનામુ જણાતુ હોય જેથી સદરે ચાલકને યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા આ ઉપરોક્ત નંબરની ઇકો ગાડી બાપુનગર વીસ્તારમાથી ચોરેલાનુ જણાવતો હોઇ જેથી ઇકો ગાડી કી રૂ ૨૦૦૦૦૦/ ની ગણી સીઆરપીસી કલમ ૧૦૨ , ૪૧(૧) (ડી) મુજબ કબજે કરી ઉપરોક્ત ઇસમ ને ઇકો ગાડી સાથે પકડી પાડી કાર્યવાહી કરવામા આવેલ છે

રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »