બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાંથી ઉતીર્ણ થયેલા બેસ્ટ યુટ્યૂબર તરીકે ઍવોર્ર્ડ મેળવેલા રોહિત કાળથીયાનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે સન્માન કરાયું
બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનનો ગઈકાલે સ્નેહમિલન કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, તેમજ ભાવનગરના સંગઠનના કાર્યકર્તા જલ્દીપભાઈ ભટ્ટ અને વિરાજભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોટાદ, અમરેલી, ભાવનગરના પ્રભારી રાજેશભાઈ શાહ, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, ઉપપ્રમુખ દેવરાજભાઇ ડામભલા સહિતના બોટાદ જિલ્લાના હોદેદારો અને સંગઠનના ઉપસ્થિત સભ્યોએ પ્રદેશમાંથી આવેલા મહેમાનોનું ફુલહાર કરી સન્માન કર્યું હતું.
આ સ્નેહમિલન દરમિયાન બોટાદ પત્રકાર એકતા સંગઠનના સભ્ય રોહિત કળથિયાને બેસ્ટ યુટ્યૂબર તરીકે અમેરિકા યુટ્યુબના સીઈઓ દ્વારા સિલ્વર એવોર્ડ આપી સન્માનિત કરતા હતા, જે યુવાન રોહિત કળથીયા ને પ્રદેશ અધ્યક્ષે લાભુભાઈ કાત્રોડિયા દ્વારા આ યુવાનનું સન્માન કર્યું હતું. અને ડિજિટલ યુગમાં પણ આપના સંગઠનના સભ્યો આવી રીતે ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
તસ્વીર લાલજીભાઈ સોલંકી બરવાળા