સાળંગપુર હનુમાનજીદાદા ને લીલી દ્રાક્ષ-કાળી દ્રાક્ષનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો
બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ તારીખ-૩૦-૧-૨૦૨૧ ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો આ પ્રસંગે હનુમાનજીદાદા સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્વામી દ્રારા તથા શણગાર આરતી સવારે ૭ કલાકે તથા અન્નકુટ આરતી ૧૧ કલાકે શાસ્ત્રી સ્વામી શ્રી
હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)દ્રારા કરવામાં આવેલ જેમાં હજારો હરિભક્તોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ સાળંગપુર હનુમાનજી મંદીરની યુટ્યુબ ચેનલ દ્રારા લીધો હતો.આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને લીલી દ્રાક્ષ તથા કાળી દ્રાક્ષ નો ભવ્ય અને દિવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો જેના દર્શનનો હજારો હરિભક્તોએ લાભ લઈ અતિધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ