વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બોટાદ માલધારી સમાજ તથા ભરવાડ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું
બોટાદ માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે તમામ સાંસ્કૃતિક
કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા અને દરેક સમાજના લોકોને ઉપયોગી થાય તેવા ઉમદા માનવિય અભિગમ થી તેવા સુદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 વ્યક્તિ થી વધુ એ બ્લડ ડોનેટ કર્યુ હતુ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિનો લોકોને સંદેશો છે કે યુવાનીમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ લોહી નો કોઈ વિકલ્પ જ નથી અને બ્લડ ડોનેટ કરવાથી ક્યારેય કોઈની જિંદગી બચી શકે છે જેથી યુવાની માં અવશ્ય રકતદાન કરવું જોઈએ
આ બ્લડ ડોનેશન કેમ્પમાં માલધારી સમાજના યુવાનો તેમજ દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઇ બ્લડ ડોનેટ કર્યું હતું.
રિપોર્ટ. લાલજીભાઈ સોલંકી બરવાળા