લગ્નમાં દુલ્હનએ ચલાવ્યું બુલેટ,વીડિયો થયો વાઇરલ, લોકો એ કર્યાં વખાણ…

ભારતમાં લગ્નના દિવસે,કન્યા ઘણીવાર લાલ જોડીમાં,માથું ઘૂંઘટથી ઢંકાયેલી,આંખો નમેલી જોવા મળે છે.જેમ દરેક વીતતા સમય સાથે આપણો સમાજ બદલાઈ રહ્યો છે,તેવી જ રીતે લોકોની વિચારસરણી અને જીવન જીવવાની રીત પણ બદલાઈ રહી છે.હવે માત્ર વરરાજા જ કાર કે ઘોડી પર બેસીને લગ્ન કરવા જાય છે એવું નથી,પરંતુ કન્યા પણ કાર ચલાવીને લગ્નના મંડપમાં પહોંચી રહી છે.

લગ્નમાં રોયલ એનફિલ્ડ બુલેટ ચલાવતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લહેંગા પહેરેલી દુલ્હન ખૂબ જ આરામથી રોયલ એનફિલ્ડ બુલેટ ચલાવી રહી છે.દુલ્હનની આ સ્ટાઈલ જોઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું સો સરસ તો કોઈએ લખ્યું,સ્વેગ.એક યુઝરે આ વીડિયોને સુંદર ગણાવ્યો છે.

 

આ વીડિયો વૈશાલી ચૌધરી ખુટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે,જેના પ્લેટફોર્મ પર 5.8 લાખથી વધુ ફોલોઅર્સ છે.કૅપ્શનમાં #reelsinstagram અને #reelitfeelit સહિત અનેક હેશટેગ્સ પણ છે.આ વીડિયોમાં રાજ માવરનું હર્યાણવી ગીત ઉમેરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે,આ વીડિયો 6 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો.આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.આ જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી અન્ય એક આવો જ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં જોઈ શકાય છે કે યુવતી બુલેટ પર બેસીને રાષ્ટ્રધ્વજ લહેરાવી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »