કેનેડાની લાડી નું દિલ આવ્યું રાજુલા નાં વર પર,કર્યાં એવાં ધામધૂમ થી લગ્ન કે રાજુલા પંથકમાં વાગી ગયો ડંકો, સાથે મંડપ માં વિદેશી વહુ નો આવો હતો જબરદસ્ત અંદાઝ…
હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો હોય અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને નવી નવી ખબર સામે આવી રહી છે.જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે,ઘણી જગ્યાએ વિદેશથી આવેલા વરરજા કે કન્યા ભારતીય મૂરતિયા કે કન્યા સાથે લગ્ન કરતા જોવા મળે છે.અત્યારે હાલ એક સમાચાર સામે આવ્યા છે.જેમાં ફિલિપાઇન્સની છોકરી કોલીન ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા શહેરના એક યુવક જય પડિયા સાથે લગ્ન કર્યા છે.
આપણા ઘણા ગુજરાતી યુવક યુવતીઓ છે કે જેઓ વિદેશમાં જઈને વિદેશી યુવક કે યુવતીના પ્રેમમાં પડ્યા પછી તેમના જીવન સાથી પણ બન્યા છે.આવા ગુજરાતીઓમાં વધુ એક નામ આપણા અમરેલીના જય પડિયાનું પણ જોડાઈ ગયું છે.કાઠિયાવાડી આ યુવકને કેનેડામાં ફિલિપાઈન્સની યુવતી સાથે પ્રેમ થયો અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આખરે બંનેએ સુખી સંસારમાં પગલા માંડ્યા છે.
વડિલોના આશિર્વાદ અને ધામ ધૂમ સાથે યોજાયેલા આ લગ્નમાં સહુ સ્નેહીજનો હર્ષોલ્લાસ અને ઉત્સાહથી જોડાયા હતા.પ્રેમમાં ઓળઘોળ થયેલા કાઠિયાવાડી વ્યક્તિએ કેનેડામાં ફિલિપાઇન્સની દુલ્હન લઈ આવ્યો અને પણ અમરેલી જિલ્લાના રાજુલાના વરરાજાએ 22 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુલા ખાતે હિંદુ શાસ્ત્રોકત વિધિથી લગ્ન કર્યાં હતા.
વિદેશી યુવતીએ પાનેતર પહેરી હાથમાં મહેંદી મુકાવીને સેથામાં ભારતીય યુવકના નામનું સિંદૂર પૂરીને ભારતીય લગ્નવિધિમાં લગ્નના ચાર ફેરા ફર્યા હતા.આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પણ હક્કીકતમાં આ લગ્ન રાજુલા ખાતે થયા છે.બંનેના લગ્ન રાજુલા શહેરમાં હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા હિન્દુ સંસ્કૃતિએ હંમેશા વિદેશીઓને પણ આકર્ષ્યા છે,ત્યારે મૂળ ભારતીય જય દિનેશભાઈ પડીયા નામના યુવક સાથે ફિલિપાઇન્સની પોલીન સાથે લગ્ન કર્યા છે.
છેલ્લા ઘણા સમયથી કેનેડામાં સ્થાયી થયેલા જય દિનેશભાઈ પડ્યા નામના યુવક 2018 માં અભ્યાસ અર્થે કેનેડા ગયો ત્યારે કેનેડામાં સાથે અભ્યાસ કરતી કોલિન સાથે થયોને પરિચય પ્રેમમાં પાંગર્યો અને કેનેડામાં અભ્યાસ બાદ નોકરી કરતા જય પડિયાને કોલિન વચ્ચેના સંબંધો જન્મોજન્મના થઈ ગયા હોય બન્નેએ જિંદગી સાથે જ વિતાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.
કોલીનનો પરિવાર પણ જય પડિયા સાથેના સંબંધોનો સ્વીકાર કરીને મૂળ રાજુલાના જય અને કેનેડાના ફિલિપાઇન્સની કોલીનના લગ્ન રાજુલા ખાતે 22 ફેબ્રુઆરી 2023 ના રોજ રાજુલા ખાતે હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા.
કોલિનના પરિવાર જનોની વિશેષ ઉપસ્થિતી વચ્ચે વિદેશી વધુ દેશી વર સાથે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ હતી.લગ્ન બાદ બન્ને પતિ પત્ની ફરી કેનેડા જવાના છે પણ લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ રાજુલામાં જ કરવા આવેલા વિદેશી વધુને દેશી વર રાજુલા સાથે જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.