14 વર્ષ નાના પ્રેમીને મળવા માટે 51 વર્ષની મહિલાએ 5000 KMનું અંતર કાપ્યું, 3 મહિના પછી ટૂકડાઓમાં મળી આવી લાશ

ડેટિંગ એપ દ્વારા 51 વર્ષીય મહિલાની પ્રેમની શોધ જીવલેણ સાબિત થઈ. ડેટિંગ એપ પર 14 વર્ષના છોકરાને મળ્યા બાદ એક મહિલાએ તેને મળવા માટે 5000 કિલોમીટરનો પ્રવાસ કર્યો. અહીં પહોંચ્યા પછી, તેણે તેના પરિવારને કહ્યું કે તે ખુશ છે, પરંતુ 3 મહિના પછી, મહિલાના મૃત શરીરના ટુકડાઓ મળી આવ્યા.

મહિલાની ઓળખ મેક્સિકોની 51 વર્ષીય બ્લાન્કા એરેલાનો તરીકે થઈ છે, જ્યારે તેની હત્યાના આરોપી બોયફ્રેન્ડની ઓળખ પેરુના 37 વર્ષીય જુઆન પાબ્લો જીસસ વિલાફ્યુર્ટે તરીકે થઈ છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી પ્રેમી પર માનવ અંગોની તસ્કરીનો પણ આરોપ છે.યુવતી જુલાઈના અંતમાં તેના પ્રેમીને મળવા નીકળી હતી

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર 9 નવેમ્બરે મહિલાની લાશ ટુકડાઓમાં મળી આવી હતી. હુઆચો બીચ પર શરીરના અંગો જોયા બાદ સ્થાનિક માછીમારોએ પોલીસને જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બ્લેન્કા એરેલાનો જુલાઈના અંતમાં મેક્સિકોથી પેરુ માટે રવાના થઈ હતી. આ અંગે તેણે તેના પરિવારજનોને પણ જાણ કરી હતી.

મહિલાએ તેના પરિવારને જણાવ્યું કે તે જુઆન પાબ્લો જીસસ વિલાફ્યુર્ટેને મળવા પેરુના લિમા જઈ રહી છે. તેણે જણાવ્યું કે તે તેને ડેટિંગ એપ પર મળી હતી. મહિલા પેરુ ગયા બાદ 7 નવેમ્બરના રોજ પરિવારનો એરેલાનો સાથે સંપર્ક તૂટી ગયો હતો. આ છેલ્લી વખત બ્લેન્કાએ તેની ભત્રીજી કાર્લા એરેલાનો સાથે વાત કરી હતી. બ્લેન્કાએ કહ્યું કે, સંબંધ સારી રીતે ચાલી રહ્યો છે.

7 નવેમ્બરના રોજ છેલ્લી વાત કર્યાના લગભગ બે અઠવાડિયા પછી એરેલાનોનો ફોન ન આવતાં, તેની ભત્રીજીએ તેને શોધવામાં મદદ માટે ટ્વિટર પર એક અપીલ જારી કરી. તેણે લખ્યું કે હું મારા જીવનના સૌથી પ્રિય અને મહત્વના લોકોને શોધવાની અપીલ કરું છું.

આ અંગે માહિતી મળ્યા બાદ પેરુની પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન હુઆચો બીચ પર હાજર માછીમારોએ પોલીસને મહિલાના ખંડિત મૃતદેહ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને મહિલાની ઓળખ એરેલાનો તરીકે થઈ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »