રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદભાઈપટેલના દુઃખદ અવસાનથી સમગ્ર ગુજરાતને પુરીના શકાય તેવી મોટી ખોટ પડી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષોથી કૉંગ્રેસ પક્ષની સેવામાં કાર્યરત સન્માનનીય સ્વ.એહમદભાઈ પટેલના અવસાન થી સમગ્ર દેશ અને કૉંગ્રેસ પક્ષના કાર્યકરોમાં આઘાતની લાગણી વિરજીભાઈ ઠુમ્મર
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં રાજીવજી પાસે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી કાર્યરત કરી,ભરૂચ પાસે નર્મદા નદી પર નવા બ્રિજ,ભરૂચ અંકલેશ્વરમાં સરકારી કંપનીની સ્થાપના કરી કૉંગ્રેસના નાનામાં નાના કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનાર કૉંગ્રેસના ચાણક્ય,અને દરેક રાજકીય પક્ષો સાથે સૌજનય પૂર્ણ સંબંધો રાખનારા સ્વ. એહમદભાઈ પટેલના અવસાનથી કૉંગ્રેસજનો સ્તબ્ધ અને નિશબ્દ છે આજરોજ લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા તથા નટુભાઈ સોજીત્રા,હિરેનભાઈ સોજીત્રા, પંકજભાઈ રોકડ,રમેશભાઈ છાસિયા સહિત અગ્રણી કૉંગ્રેસ કાર્યકરો દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા