દાદા એ સપનાં માં કૂવા પાસે ખજાનો દાટેલો જોયો,બીજે દિવસે 5 ફૂટ ખોદતાં જ મજૂરોના મોતિયા મરી ગયા…
એવું કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે આપણે વહેલી સવારે સપના જોતા હોઈએ છીએ.તે સપના ઘણીવાર સાચા થાય છે.કેટલાક લોકો આ સ્વીકારે છે.તો કેટલાક લોકો આને ભ્રમણા માને છે.હવે આ ઘટનાથી સૌના મન ઉડી ગયા છે.આ મામલો બિહારના જીવાપુરનો છે.
જીવાપુર ગામમાં રાઘવજીભાઈ નામના 63 વર્ષના દાદા તેમના પરિવાર સાથે રહે છે.તેમનો પરિવાર ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે.એક દિવસ સવારે,રાઘવજીભાઈ પથારીમાંથી ઉભા થયા અને તેમના પરિવારના સભ્યોને કહેવા લાગ્યા કે તેમને વહેલી સવારે એક સ્વપ્ન આવ્યું છે.
અને તે સ્વપ્નમાં તેમના પરદાદા આવ્યા અને કહ્યું કે,મેં અમારી વાડીમાં કુવા પાસે બહુ જૂનો ખજાનો દાટી દીધો છે.અને પછી દાદા તેમના સ્વપ્નમાંથી ગયા.રાઘવજીભાઈએ કહ્યું કે,આપણે આપણા કૂવા પાસે ખોદવું જોઈએ અને જોવું જોઈએ કારણ કે વહેલી સવારના સપના સાકાર થાય છે.
રાઘવજીભાઈના બંને દીકરાઓએ કહ્યું કે,તમે ચિંતા ના કરો અને આ તમામ બાબતોને ભૂલાવી દો,આ તમામ બાબતો મનના વહેમ છે.જેના ઉપર આપણે ક્યારેય પણ ધ્યાન દેવું જોઈએ નહીં અને મહેનતથી કમાણી કરીને પરિવાર તેમજ ઘર સંસાર ચલાવું જોઈએ.પરંતુ રાઘવજીભાઈએ તેમના ખેતરના જુના નકશાઓ અને કાગળિયાઓ શોધી કાઢ્યા હતા..
અને તે મુજબ જુના કુવા પાસે ગામના મજૂરોને લઈ ગયા અને ત્યાં ખોદકામ શરૂ કરાવી દીધું હતું.આસપાસના ખેતરના માલિકોને પણ એવું લાગતું હતું કે,રાઘવજીભાઈ ખૂબ જ મોટી મૂર્ખામી કરી રહ્યા છે.પરંતુ જ્યારે ખોદકામ પાંચ ફૂટ સુધી અંદર પહોંચ્યું ત્યારે અચાનક જ રણકાર પેદા થયો હતો..
અને માટી સાફ કરીને જોયું તો એક પિત્તળનો ઘડો મળી આવ્યો અને આ ઘડાની અંદર સોના ચાંદીના ઝવેરાત મોતી અને રાણી સિક્કા પણ મળી આવ્યા હતા.આ ખજાનો જોતાની સાથે જ આસપાસના ખેતરોમાં કામ કરનાર લોકો ખજાનાને જોવા માટે ત્યાં એકઠા થઈ ગયા હતા. રાઘવજીભાઈના બંને દીકરા પણ તાબડતોબ પોતાનો કામ ધંધો મૂકીને પોતાની વાડીએ હાજર થઈ ગયા હતા.
જે લોકોને મનના વહેમ હતા એ વહેમ દૂર થઈ ગયા અને સવારનું આ સ્વપ્ન સત્ય થઈ ગયું હતું.ગામના કેટલાક કહેવા લાગ્યા કે આ વાડી અમારી હતી અને ત્યારબાદ અમારા વડીલોએ તમારા વડીલને પૈસા લઈ ખેતર વેચી દીધું છે. એટલા માટે આ ખજાના ઉપર અમારો હક બને તો બીજી બાજુ રાઘવજીભાઈએ જણાવ્યું કે,આ ખજાનાનો હક કોઈ વ્યક્તિનો નથી.
આ હક માત્ર ને માત્ર મારો જ રેહશે.આ ખજાના મળ્યાની જાણ ગામના સરપંચે પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ કરી હતી.પોલીસનો કાફલો પણ હાલ ખેતરે પહોચી ગયો છે અને જરૂરી કામગીરીઓ શરુ કરી છે.આ અગાઉ પણ એવી ઘણી બધી જગ્યાએ થી જુના ખજાનાઓ મળવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.