તારક મહેતા શોના દયા ભાભી ની થઈ આવી હાલત,રડતાં દેખાણા,વાયરલ થયેલા વિડિયો જોય લોકો કરે છે….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેનનો રોલ કરનાર દિશા વાકાણી ઘર-ઘરમાં ફેમસ બની ગઈ છે,દિશા વાકાણી લાંબા સમયથી નાના પડદાથી દૂર છે.શોમાં ઘણી વખત દિશાના પરત ફરવાના સમાચાર આવ્યા હતા,પરંતુ તેમાં કોઈ સત્ય ન હતું.હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે,જેમાં દિશા તેની આપવીતી કહેતી જોવા મળી રહી છે.

વીડિયો જોયા બાદ ફેન્સ સમજી શકતા નથી કે દિશા સાથે શું થયું છે.તો જાણો આ વાયરલ વીડિયોનું કારણ શું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિશા વાકાણી એક બાળકને હાથમાં પકડેલી જોવા મળી રહી છે.આ સાથે તે પોતાની દર્દનાક કહાની કહી રહી છે,જેમાં તેની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યાં નથી.તે રડી રહી છે અને સિસ્ટમને દોષી કહી રહી છે.દિશાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Mahila Mandal (@tmkocxladies)

આ વાયરલ વીડિયો એક ફિલ્મનો છે.આ ફિલ્મ હતી સી કંપની,જે 2008માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મમાં તુષાર કપૂર,મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર લીડ રોલમાં હતા.તુષાર કપૂર પત્રકારના રોલમાં જોવા મળ્યો હતો અને દિશા વાકાણીની આપવીતી દુનિયાને સંભળાવી રહ્યો છે.એક યુઝરે લખ્યું,’હવે સમજાયું કે દયા ભાભી આટલી બધી ખોવાયેલી કેમ રહે છે’,જ્યારે બીજાએ લખ્યું,’તારક મહેતા પર પરત ફરી જાઓ.’

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયા પહેલા દિશા ઘણાં અન્ય પાત્રો,ઘણી ફિલ્મો,સિરિયલો અને જાહેરાતોમાં જોવા મળી ચૂકી છે.પરંતુ તે સમયે લોકોએ તેની ભૂમિકા પર વધુ ધ્યાન આપ્યું ન હતું.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આ નાના રોલ પાત્રોને વાસ્તવિક ઓળખ આપી.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીના ‘તારક મહેતા’ શોમાં કમબેક કરવાની ચર્ચા ઘણા સમયથી સામે આવી રહી છે.ફેન્સ પણ ઈચ્છે છે કે દયાબેન શોમાં પરત ફરે.પરંતુ તે ખરેખર શોમાં પરત ફરશે કે નહીં તે વિશે કોઈ જાણકારી નથી. એક્ટ્રેસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર સાથે લગ્ન કર્યા છે.જ્યારે દિશા બે બાળકોની માતા છે અને તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.દિશાની પુત્રીનો જન્મ 2017માં થયો હતો,જ્યારે 2022માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »