શનિવારનાં દિવસે કરો આ ઉપાય,તમારાં જીવનનાં તમામ કષ્ટો થઈ જશે દૂર
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.જે કર્મ અને આધાર પર દંડ આપનાર દેવ છે.માન્યતા અનુસાર તેમના માથા પર સ્વર્ણમુકુટ,ગળામાં માળા અને શરીર પર વાદળી રંગના વસ્ત્ર અને તેમનું શરીર ઇંદ્રનીલમણી સમાન છે.તે ગીધ પર સવાર થઇને આવે છે.
તેમના હાથમાં ધનુષ્ય,તીર અને ત્રિશૂળ છે.શનિની દેવી-દેવતાઓ તો છોડી દો,શિવજીને પણ એક બળદની જેમ જંગલમાં ભટકવું પડ્યું હતું.રાવણને લાચાર બનીને મોતને ઘાટ ઉતાર્યો હતો શનિને સૂર્યનો પુત્ર માનવામાં આવે છે.તેની બહેનનું નામ દેવી યમુના છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,ઘણી વખત એવું બને છે કે ગ્રહોની ગતિવિધિઓ બદલવાથી જીવન દયનીય બને છે,પરંતુ ગ્રહોની હાનિકારક સ્થિતિ શુભ બનાવવા માટે કેટલાક ઉપાયો જરૂરી છે.ભગવાનમાં આદર ધરાવતા કેટલાક લોકો દૈનિક પૂજા-અર્ચના કરે છે,તો કેટલાક લોકો ફક્ત કોઈ ખાસ દિવસે પૂજા પાઠ કરે છે.
તો કેટલીકવાર સમયના અભાવને કારણે,લોકો ખાસ કરીને તે ગ્રહની પૂજા કરે છે કે જે કુંડળીમાં નબળો હોય.શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે,એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળાના ઝાડ નીચે કાચુ દૂધ ચડાવવાથી મોટો ફાયદો થાય છે, ચાલો જાણીએ તેનું વિશેષ મહત્વ શું છે.
શનિવારે પીપળાના ઝાડ નીચે કાચુ દૂધ ચડાવવાની માન્યતા છે.તમે શનિવારે લોકોને પીપળાના ઝાડ પર પાણી આપતા જોયા હશે નિષ્ણાતોના જણાવ્યા મુજબ,દર શનિવારે, પીપળાના ઝાડ પર પાણી,કાચુ દૂધ ચડાવવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે.
જો તમે શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે.તેથી જો આપ શનિવારનો ઉપવાસ કરો છો કે શનિવારે શનિ પૂજા કરો તો કાળા કપડા વસ્ત્ર જરૂર પહેરો.
સરસવના તેલમાં લોખંડની ખીલ્લી નાખીને પીપળાની જડમાં તેલ ચઢાવવાથી શનિદેવ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે.આ ઉપરાંત જ્યારે પણ શનિવારના દિવસે તેલ દાન કરો તો તેમા તમારો પડછાયો જરૂર જુઓ.પડછાયો જોયા પછી જ તેનુ દાન કરો.આ દિવસે કાળા કૂતરા અને કાગડાને તેલ લગાવેલી રોટલી અને ગુલાબ જાંબુ ખવડાવવાથી લાભ થાય છે.
શનિવારના દિવસે શનિદેવનુ વ્રત મહિલા અથવા પુરૂષ કોઈપણ કરી શકે છે.સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ કે શમીના ઝાડ નીચે ગોબરથી લીપી લો અને તે બેદી બનાવીને કળશ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો.શનિદેવની પ્રતિમાને કાળા પુષ્પ,ધુપ,દીપ અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો.પીપળાના ઝાડને સૂતરના દોરા લપેટતા સાત વાર પરિક્રમા કરો અને સાથે જ ઝાડની પણ પૂજા કરો.ત્યારબાદ હાથમાં ચોખા અને ફુલ લઈને ભગવાન શનિદેવની વ્રત કથા સાંભળો અને પૂજા પુરી થયા પછી પ્રસાદ સૌ વચ્ચે વહેંચી દો.